શોધખોળ કરો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rajkot News: ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે.

Latest Gujarat News:  ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના પદ (Gujarat Deputy CM Post) માટે હાલ કુંવરજી બાવળિયાના (Kunvarji Bavliya) નામની ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે, સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ માંગણી  આપવા જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્રારા કરવામાં આવી છે.

ભુપત ડાભીએ શું કહ્યું

આ અંગે કોળી સમાજના આગેવાન (Koli Community leader)  ભુપત ડાભીનું (Bhupat Dhabhi) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, કોળી સમાજમાં સર્વે કરીને મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. કોળી સમાજની ભવનાથ જગ્યાનો હું પ્રમુખ છું. ગુજરાતના બધા જિલ્લામાં અમે સર્વે કર્યો. કુંવરજીભાઈના કહેવાથી લોકોએ મત ભાજપને (people casts vote to BJP on appeal of Kunvarji Bavliya)  આપ્યો છે, કુંવરજીભાઈ નાયબ મુખ્યમંત્રી બનશે તો ભાજપ વધુ મજબૂત બનશે. ભાજપને વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રીને મેં પત્ર લખ્યો છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે. કુંવરજીભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય. કુંવરજીભાઈ જેવો ભણેલ ગણેલ અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહીં.

ગુજરાતાં કોળી સમાજની વસતી 32 ટકા છે

વિનોદ વાલાણી, પ્રમુખ પાંચાળ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજ વીંછીયાએ જણાવ્યું, બાવાળીયા સાત વખત ધારાસભ્ય અને એક વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે, ગુજરાતમાં 32 ટકા વસ્તી ધરાવતો સમુદાય કોળી સમાજ છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. આ બઘી જ ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ તેમને સ્પષ્ટ સવાલ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે, મારા હિતેચ્છુએ મારુ નામ સજેસ્ટ કર્યું છે પરંતુ આખરી નિર્ણય આખરે હાઇકમાન્ડે કરવાનો હોય છે.

લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું  વિસ્તરણ થઇ શકે છે. તો આ રેસમાં કોનું પતુ કપાશે અને કોને સ્થાન મળશે તે જોવું રહ્યું છે.ત્યારે આવા સમયે કોળી સમાજે આ પદ માટે કુવરજી બાવળિયાનું નામ આગળ ધર્યું છે. નોંધનિય છે કે, નીતિન પટેલ બાદ આ સ્થાન પર કોઇ નેતાની પસંદગી નથી થઇ. નીતિન પટેલ બાદ ડેપ્યુટી સીએમ ખુરશી ખાલી છે.  તેમાં છેલ્લે નીતિન પટેલને આ પદ મળ્યું હતું. હવે કુવરજી બાવળિયા અંગે શું નિર્ણય લેવા તે સમય જ બતાવશે.                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget