શોધખોળ કરો

Gujarat Rain: જામકંડોરણામાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, ઘરોમાં ધૂસ્યા પાણી

Gujarat Rain Update: રાજકોટ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જિલ્લાના જામકંડોરણામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ૨૪ કલાકમાં ૫ ઇંચ કરતાં વધું વરસાદ પડ્યો છે. જામકંડોરણાની નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

Gujarat Rain Update: રાજકોટ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જિલ્લાના જામકંડોરણામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ૨૪ કલાકમાં ૫ ઇંચ કરતાં વધું વરસાદ પડ્યો છે. જામકંડોરણાની નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. તો બીજી તરફ જામકંડોરણાના રાયડી ગામમાં ધોધમાર વરસાદ વર્સ્યો છે.  અહીં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. માત્ર એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાયડી નજીક નદી નાળાઓ તથા માર્ગો પાણી પાણી થઈ ગયા છે. ધોધમાર વરસાદને લઈને જન જીવન પ્રભાવિત થયું છે.

તો બીજી તરફ જામકંડોરણાના જલારામ નગર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણ વાળા વિસ્તારોમાં આવેલ ઘરોમા રાત્રીના સમયે પાણી ભરાયા હતા. પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. જામકંડોરણામાં બનેલા રિવરફ્રન્ટમાં ભારે નુકશાન થયું છે. ફોફળ નદીમાં પાણી આવતા જામકંડોરણા ગોંડલ રોડ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. જામકંડોરણા તાલુકામાં ટોટલ વરસાદ ૩૭૪ mm નોંધાયો છે. ફોફળ ડેમમાં પાણીની આવક આવતા ડેમની સપાટી ૧૭ ફૂટે પહોચી છે. નદીનાં કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે ધોધમાર વરસાદ

ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘમલ્હારની સ્થિતિ છે જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે પશ્ચિમ અને મધ્ય રાજકોટમાં બે ઈંચ વરસાદ પડ્યો તો પૂર્વ રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. જાણીએ સમગ્ર રાજકોટના અન્ય તાલુકામાં શું છે સ્થિતિ. ભારે વરસાદના કારણે આહિર ચોક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોંડલ રોડ પર રામનગર વિસ્તાર માં પણ રસ્તા પર વહેતા પાણીના દ્રશ્યો જોવા મળ્યાં. રાજકોટ શહેરમાં પીડી માલવિયા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા રાજકોટ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. રાજકોટમાં સરદાર નગર રોડ પર પડ્યો ભૂવો પડી જતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. ભૂવામાં ટ્રક ફસાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે.

જેતપુરમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે.જેતપુરથી રબારીકા જવાનાં નેશનલ હાઇવે ઓથેરીટીના ગળનાળા આખું પાણીમા ગરકાવ થઇ જતાં લોકોની મુશ્કેલીમા વઘારો થયો છે. શહેરના રબારીકા રોડ ઉપર આવેલા છે 500 જેટલા કારખાનાઓ છે આ સ્થિતિમાં કારખાને જતાં કામદારો પણ રસ્તા પર ફસાયા હતા.

ગોંડલમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યાં અહીં ગોંડલના ગ્રામ્ય વિસ્તારથી લઇને ગોંડલ શહેર સુધી સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે.

ઉપલેટામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો, ગત રાત્રે અહીં મૂશળધાર  વરસાદ પડ્યો. સતત વરસાદના કારણે  મોજ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી  જણાવાયા મુજબ, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર - 152 મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો.ડેમની નીચાણવાળા વિસ્તારમાં ઉપલેટા તાલુકાના મોજીલા,ગઢાળા, કેરાળા, ખાખી જાળિયા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ધોરાજીમાં ભારે વરસાદ

રાજકોટના ધોરાજીમાં મોડી રાતે  ધોધમાર વરસાદ વરસ્યો. .થોડા સમય વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી  પધરામણી કરતા અને ધૂવાધાર બેટિંગ કરતા રસ્તા પાણી પાણી થઇ ગયા.ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના છ દરવાજા વારે 7. 45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે.ડેમ માંથી 38674 કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget