શોધખોળ કરો

Gujarat Rain: રાજકોટના આ ડેમના ગમે ત્યારે ખોલવા પડી શકે છે દરવાજા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ, 5 ગામો થયા સંપર્ક વિહોણા

Gujarat Rain Update: રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 % ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ-૨ ડેમ ભારે વરસાદને કારણે 80 %  ભરાઈ ગયો છે.

Gujarat Rain Update: રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 % ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ-૨ ડેમ ભારે વરસાદને કારણે 80 %  ભરાઈ ગયો છે. ડેમમાં હાલ  6.37 વાગ્યે 16666 કયુસેક પ્રવાહની આવક ચાલું છે. ડેમની કુલ સપાટી 55 મી. તથા હાલની સપાટી 53.21,પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે.

Gujarat Rain: રાજકોટના આ ડેમના ગમે ત્યારે ખોલવા પડી શકે છે દરવાજા, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ, 5 ગામો થયા સંપર્ક વિહોણા

ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જસદણ,આટકોટ, વિરનગર, લીલાપુર, પોલરપર, કોઠી, જીવાપર, પાંચવડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદના કારણે ખારી નદીનો કોઝવે બંધ થયો છે. ભારે વરસાદના કારણે પાંચ ગામોનો સંપર્ક તુટ્યો છે. ચિતલીયા, લાખાવડ ,કોઠી શાંતિનગર, કનેસરા ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જસદણ શહેરના ચિતલીયા રોડ, નવાબસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તળાવ અને ચેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. વરસાદના કારણે કપાસ, મગફળી સહિત પાકને જીવતદાન મળ્યું છે.

આજે આ 89 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. આજે 89 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યના મોટભાગના જિલ્લામાં મેઘરાજા મનમૂકીને  વરસી રહ્યાં છે. અરવલ્લી, નવસારી, સુરત, તાપી સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. અરવલ્લીના માલુપરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર સીધી અસર થઇ છે. આજે  89 તાલુકામાં  ક્યાં કેટલો પડ્યો વરસાદ એક નજર કરીએ.

આજના દિવસમાં 89 તાલુકામાં વરસ્યો વરસાદ

  • તાપીના કુકરમુન્ડામાં આજે ચાર ઈંચ વરસાદ
  • આજે બારડોલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • નિઝરમાં અઢી ઈંચ વરસાદ, સુબિરમાં અઢી ઈંચ વરસાદ
  • આજે તિલકવાડા અને ડોલવણમાં અઢી ઈંચ વરસાદ
  • સુરતના મહુવા, તાપીના વ્યારામાં બે બે ઈંચ વરસાદ
  • ઉના, બાયડમાં બે બે ઈંચ વરસાદ
  • વાલોડ,સુત્રાપાડામાં બે બે ઈંચ વરસાદ
  • ડભોઈ, ગરુડેશ્વર, આહવામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • પલસાણા, ધનસુરા, વિરપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • નાંદોદ, સાગબારા,કરજણ, તલોદમાં એક એક ઈંચ વરસાદ
  • વઘઈ, ધરમપુર, સોનગઢમાં એક એક ઈંચ વરસાદ
  • સંખેડા, અમદાવાદ શહેરમાં એક એક ઈંચ વરસાદ
  • માલપુર, ડેડીયાપાડા, કપરાડામાં એક એક ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget