શોધખોળ કરો

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

ગુરુપૂર્ણિમાના પાવન પર્વના દિવસે આ ગુરુના દર્શન માત્રથી ભવ સુધરી જાય ત્યારે તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે તેવી પ્રાર્થના કરીએ છીએ.  

રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે. આજથી 65 વર્ષ પહેલા ગધેથડ ગામના ક્ષત્રિયકુળના નવલસિંહ વાળા અને માતા નંદુબાને ત્યાં પુત્ર રત્નરુપે જન્મેલા લાલુભા સામાન્ય પરિવારમાંથી આવતા હતા. ગામમા સારી ખેતીની જમીન ધરાવતા પૂ. લાલબાપુ ગધેથડ નજીક આવેલા નાગવદર ગામમાં વેણુ સિમેન્ટના પાઈપ બનાવતી કંપનીમાં દૈનિક 2 રુપિયે નોકરી કરતા હતા. નાનપણ થી જ ભકિતમાં ડુબેલા પૂજય લાલબાપુ દૈનિક 2 રુપીયાની કમાણી માંથી 1 રુપિયો એટલે કે અડધો ભાગ માતાને તેમજ બાકી રહેલો અડધો ભાગ પોતાની પૂજા માટે જરુરી સામાન ખરીદવાના ખર્ચમા વાપરતા.  

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

14 વર્ષની ઉંમરે જ પૂ. લાલબાપુએ લીધો સંન્યાસ 

નાગવદર ખાતે રહી તેઓે દિવસે કારખાનામાં મજૂરી કરતા અને રાત્રે પૂજા પાઠ કરવાનુ શરુ કર્યુ.  સંસાર છોડીને 14 વર્ષની ઉંમરે જ લાલુભાના નામમાંથી પૂ. લાલબાપુ નામ રાખવામાં આવ્યું  અને સંન્યાસ લઈ લીધો હતો.  નાગવદર ખાતે નાની જગ્યામાં આશ્રમ બનાવી તેઓેએ મારુતિ યજ્ઞનું આયોજન કર્યુ હતુ. યજ્ઞ પછી પણ તેમને કંઈક અલગ જ કરવાનો વિચાર આવે છે. પેલી કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ આ કહેવત મુજબ તેઓ નજીકના ઢાંક ગામના પ્રખર શ્રી  મગનલાલ જટાશંકર  જોશી વિદ્વાન શાસ્ત્રીજી હતા તેમની પાસે સલાહ લેવા જાય છે. શ્રી મગનલાલ જોશીના જ્ઞાનથી તેઓ પ્રભાવીત હોય પૂ. લાલબાપુ ભકિતમાં હજુ આગળ કઈ રીતે વધી શકાય તેનું  માર્ગદર્શન માંગે છે.  શ્રી મગનલાલ જોશીને પૂ. લાલબાપુ તેમને ગુરુ ધારણ કર્યાં અને મગનલાલ જોશીએ પૂ. લાલબાપુને ગાયત્રી માતાની સાધના કરવાનુ માર્ગદર્શન આપ્યું હતું.  બસ તે દિવસથી આજ સુધી પૂ. લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી ચૂકયા છે.  65 વર્ષની ઉંમર દરમિયાન પૂ. લાલબાપુ 50 વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે.  જેમાં  21 મહિનાથી લઈને  12 વર્ષ સુધીનો સમાવેશ થાય છે .

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

પૂ. લાલબાપુ પોતાની સાધના કુટીરમાં કરે છે 

પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટીરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી. તેમની સાધના કુટીરમાં  માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરુ આવેલુ છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

પૂ. લાલબાપુ કરે છે ભક્તિ સાથે સમાજસેવાના કાર્યો 

પૂ. લાલબાપુ દ્વારા માત્ર ભકિત જ નહીં પરંતુ સાથે-સાથે સમાજસેવાના  કાર્યો પણ કરવામાં આવે છે. પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂકયા છે. વર્ષ 1992માં તેઓએ 3 વર્ષ અજ્ઞાતવાસમાં રહી ભકિત કરી. જયારે અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા ત્યારે 151 કુંડી યજ્ઞ કર્યો જેનો 6 લાખ લોકોએ લાભ લીધો હતો.1998માં 12 વર્ષના અજ્ઞાતવાસ બાદ તેઓએ બહાર આવી 351 કુંડી યજ્ઞ કર્યો જેમાં 22 લાખ લોકો જોડાયા હતા. વર્ષ 2014માં તેમણે પોણા બે વર્ષ અજ્ઞાતવાસ બાદ બહાર આવી 551 કુંડી યજ્ઞ કર્યો જેનો લાભ 32 લાખથી વધુ લોકોએ લીધો હતો.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

આજ રીતે વર્ષ 2016 થી 2018 સુધીમાં 21 મહિના તેમજ 2021થી 2022માં  12 મહિના તેઓ અજ્ઞાતવાસમાં સાધના કરી ચૂકયા છે.જયારે પણ તેઓ અજ્ઞાતવાસમાં રહે છએ ત્યારે તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગત આશ્રમની સાર સંભાળ રાખે છે. બંને આશ્રમમાં આવતા કોઈપણ દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે તેનુ ખાસ ધ્યાન રાખતા હોય છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

દેશી ઉપચાર દ્રારા અસાધ્ય રોગનુ નિવારણ 

આજે પણ 21 કલાક એકાંતવાસમાં આધ્યાત્મિક જયોત જગાવનાર પૂ. લાલબાપુ રાત્રે 8 વાગ્યે ત્રણ જ ક્લાક બહાર આવી લોકોને દર્શન આપે છે. તેઓ દર્શને આવનાર ભકતો અને દર્દીઓને રોજ આયુર્વેદીક દવાઓ લખી આપે છે.  જેમાં કેન્સર ,એચઆઇવી જેવા અનેક અસાધ્ય રોગના દર્દીઓનો સમાવેશ થાય છે. પૂજય લાલબાપુના મતે દર્દીઓમાં સાજા થવાનુ મુખ્ય કારણ દેશી ઔષધીઓની સાથે માતાજી પ્રત્યેની શ્રદ્ધા  છે જેનાથી ખૂબ સારુ પરિણામ લાવી શકાય છે.  પશુઓમાં આવેલા લમ્પી વાયરસને લઈને ચિંતિત પશુપાલકોને તેમણે દેશી ઉપચારનો ઉપાય બતાવ્યો હતો.  જેનુ ખૂબ સારુ પરિણામ મળ્યુ હતુ. પશુપાલકો તેમના માલઢોરને બચાવવામાં સફળ રહ્યા હતા. ગાયમાં લમ્પી રોગને ફેલાતો અટકાવ્યો અને તેને લઈ હાલ તેમનુ 24 લાખ ગાયત્રી મંત્રના મંત્રજાપનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

સેવાથી ફેલાવી સુવાસ

વર્ષોથી સાદુ જીવન જીવી સાધના કરતા પૂજય લાલબાપુ તેમના આશ્રમે આવતા દર્શનાર્થીઓને પોતાના હાથે રસોઈ બનાવી જમાડે છે. પોતાના શિષ્ય રાજુ ભગત અને દોલુભગત તેમના આ કાર્યમાં તેમને સાથ આપે છે. આજે લાલબાપુની 21 કલાકની કઠોર સાધનામાં  તેમના શિષ્ય રાજુ ભગત પણ જોડાયા છે. જયારે  દોલુ ભગત ગાયત્રી આશ્રમમાં ચાલતા અન્નક્ષેત્રમાં કોઈ દર્શનાર્થી ભૂખ્યો ન જાય તેનુ ખાસ ધ્યાન રાખી અનોખી સેવા કરે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

સાધના સાથે સમાજ સુધારક કાર્યો

માત્ર સાધના નહીં પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવના તેમનામાં જોવા મળે છે. આજના યુવાવર્ગમાં જોવા મળતા વ્યસનથી તેઓ ખૂબ દુખી છે. વારંવાર તેમના પ્રવચનમાં તેઓ યુવાનોને વ્યસન છોડવા માટેનો આગ્રહ રાખતા હોય છે. અહીં આવતા તમામ દર્શનાર્થીઓને તેઓ માતા-પિતાની સેવા કરવી તેમજ ગરીબને મદદરુપ બનવાની શિખ આપે છે. જો આપણે  પરંપરા અને સંસ્કાર ટકાવી રાખીશુ તો આવનારી પેઢી અને સમાજ વિશ્વમાં ભારતનો ડંકો વગાડતા નહીં રોકી શકે તેવો વિશ્વાસ તેઓ વ્યકત કરે છે. 

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

મોટો સેવકગણ ધરાવે છે લાલબાપુ

પોતાની પાંચ દાયકાથી વધુ સમયની સાધનાને પગલે આજે પૂજય લાલબાપુ મોટો સેવકગણ ધરાવે છે.  પોતાના જીવનમાં તેમના દર્શન માત્રથી આવેલા સારા પરિણામને પગલે લોકો તેમને ગુરુ માને છે. આવા મહાનુભવોની મસમોટી યાદી આજે જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની અને રાજનેતા એવા જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા તેમના દર્શન માટે અવાર-નવાર ગધેથડ આવે છે. રવિન્દ્ર જાડેજાની કારર્કિદી એક સમયે અટકેલી પરંતુ તેમના દર્શન બાદ મેન ઓફ ધ સિરીઝ બન્યો ત્યાર બાદ સમય મળે તે અચૂક બાપુના દર્શને આવે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

માજી મુખ્યમંત્રી વિજય રુપાણી, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજનેતા પૂજ્ય લાલબાપુના દર્શન કરવા આવે છે. તેમના આશ્રમમાં ઉધોગપતિ, રાજનેતાથી લઈને ગરીબ કોઈપણ જાતના ભેદભાવ વગર તેમના દર્શન કરી શકે છે.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ

1998થી વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેઓએ શરુ કરાવ્યું હતું.  વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ  વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું.  સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.

Guru Purnima 2023: સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ

ગુરુપૂર્ણિમાં પર ગુરુને વંદન

પૂ. લાલબાપુએ આશ્રમના નામે કોઈ ટ્રસ્ટ બનાવ્યુ નથી. આ સાથે જ બેંક બેલેન્સ કયારેય રાખવાનુ નહીં જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય. તેમજ  આશ્રમની અંદર કોઈ વાહન, મોબાઈલ, ટીવી આ બધા ભૌતિક સુખના સાધનોથી પૂજ્ય લાલબાપુ દૂર છે. પૂજ્ય લાલબાપુએ દૂધ ઘી કોઈ દિવસ ચાખ્યું નથી કારણ કે ગરીબ માણસો તનતોડ મહેનત કરે છે તેમને મળતું નથી તેને દૂધ ઘી ખાવાની જરૂર છે. અમારે શું ખાવાની જરૂર અમારે  તો બેઠા બેઠા માળા કરવાની હોય તો અમારાથી આવા દૂધ ઘીના ખોરાક ન ખવાય આ પ્રકારની  વિચારસરણી વાળા સમાજના સાચા સુધારક સંત સરળતા, સાદગી સાથે પરોપકારી જીવન જીવે છે તેવા સંત શ્રી લાલબાપુના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રણામ કરીએ છીએ.  ગુરુપૂર્ણિમાના પાવન પર્વના દિવસે આ ગુરુના દર્શન માત્રથી ભવ સુધરી જાય ત્યારે તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે તેવી પ્રાર્થના .   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget