શોધખોળ કરો

Heart Attack: જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારજનો શોકમગ્ન

રાજેશ પ્રાણલાલ વોરા નામના 42 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

Rajkot News: રાજ્યમાં છેલ્લા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે  મથામણ કરી રહ્યું છે. આ દરમિયાન જેતપુરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયું છે. જેતપુર નાનાચોક વિસ્તારમાં પ્રાણલાલ એન્ડ બ્રધર્સ નામની બંગડીની દુકાનમાં વેપાર કરતા હતા તે દરમિયાન યુવકને આવેલો હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો હતો. રાજેશ પ્રાણલાલ વોરા નામના 42 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવયો હતો. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. યુવાનને હાર્ટએટેકથી મોતના પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

કોરોના રસીથી વધી ન્યૂરો અને હૃદય સંબંધી સમસ્યા, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

કોવિડ રસી પર અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં તેની સાથે સંકળાયેલા કેટલાક જોખમોની ઓળખ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં ગ્લોબલ વેક્સીન ડેટા નેટવર્ક (જીવીડીએન)ના સંશોધકોએ આઠ દેશોમાં કોવિડ રસી લેતા 9.9 કરોડ લોકો પર રસીની અસરનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન, તેઓએ કોવિડ રસી લીધા પછીના સમયગાળામાં 13 વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં ફેરફારોનું નિરીક્ષણ કર્યું. આ અભ્યાસ વેક્સિન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.

જીવીડીએનએ દાવો કર્યો છે કે કોવિડ રસી રસીકરણ પછી ન્યુરોલોજીકલ, રક્ત અને કાર્ડિયોવેસ્ક્યુલર તબીબી પરિસ્થિતિઓમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જે લોકોને ચોક્કસ પ્રકારની mRNA રસી આપવામાં આવી હતી તેઓને મ્યોકાર્ડિટિસ (હૃદયના સ્નાયુમાં બળતરા) થવાનું જોખમ વધુ હોવાનું જણાયું હતું. કેટલીક વાયરલ-વેક્ટર રસીઓ મગજમાં લોહીના ગંઠાઈ જવાના ઊંચા જોખમ સાથે પણ સંકળાયેલી છે, તેમજ ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેમાં રોગપ્રતિકારક તંત્ર ચેતા પર હુમલો કરે છે) ની શક્યતા વધી જાય છે.

વાઈરલ વેક્ટર રસીના અન્ય સંભવિત જોખમોમાં વાઈરલ વેક્ટર અને mRNA રસી પછી કરોડરજ્જુની બળતરા અને મગજ અને કરોડરજ્જુની બળતરા જેવી તબીબી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સંશોધકોએ એમ પણ કહ્યું છે કે તમામ રસીની આડઅસર હોય છે. તે હંમેશા જોખમ/લાભ વિશ્લેષણ પર આધાર રાખે છે કે તમે શેનાથી વધુ ડરો છો. રસી અથવા વાઈરસની જ આડઅસર, જે મગજ, શ્વસન અને હૃદયની સમસ્યાઓ જેવી લાંબા ગાળાની આડઅસર કરી શકે છે. આ અભ્યાસ આઠ દેશોના 9.9 કરોડ લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Embed widget