શોધખોળ કરો
‘વાયુ’ વાવાઝોડા: વહેલી સવારે રાજકોટમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી
આજે વહેલી સવારે જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
રાજકોટ: ‘વાયુ’ વાવાઝોડાની અસર હાલ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહે છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે આજે વહેલી સવારે જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેના કારણે બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થઈ ગયું છે.
આજે વહેલી સવારે રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની આગાહીને લઈને આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાહે જણાવ્યું હતું. અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
‘વાયુ’ વાવાઝોડુ સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાઈ ગયું છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement