શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘમહેર, કયા જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર , મધ્ય,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘમહેર યથાવત છે. જામનગર, મોરબી, સુરેંદ્રનગર, અમરેલીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આજે બપોર બાદ ભાવનગર, નર્મદાઅને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છે. ભાવનગર શહેરમાં બપોરબાદ મેઘરાજાનું આગમન થયું હતું, શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર , મધ્ય,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમરેલી જિલ્લાના બગસરામાં વરસાદ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વાવણી બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢ જિલ્લાના ગડુમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion