Rajkot: રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત
રાજકોટના નાગરિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા વધતા એકસ્માતને લઈ રાજકોટ પોલીસ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ: રાજકોટના નાગરિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા વધતા અકસ્માતને લઈ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત
રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી તમામ ટુ વ્હીલર વાહનચાલકો તેમજ તેમની પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. 8 સપ્ટેમ્બરથી ફરી રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણની શકયતાઓ છે. હેલ્મેટ વ્યક્તિની સેફટી માટે ખૂબ જરૂરી છે.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરાઈ
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા હેલ્મેટ ફરજિયાત અંગે જાહેરાત કરવામાં આવી છે. આ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, રાજકોટ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવાના કારણે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો બની રહેલ છે. વર્ષ 2025માં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાના કારણે 20 ફેટલ અકસ્માતમાં 20 વ્યક્તિઓના મૃત્યુ અને 9 ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ છે. વાહન ચલાવતા સમયે લાઈસન્સ, પીયુસી કે અન્ય ડૉક્યુમેન્ટ ન હોવાથી માત્ર ટ્રાફિકના નિયમો બંગ થાય છે, પરંતુ ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાથી માણસોની અમૂલ્ય જીંદગી જોખમાય છે.
8 સપ્ટેમ્બર 2025થી રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટની મેગા ડ્રાઈવનું આયોજન
રાકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા શહેરી વિસ્તારના તમામ નાગરીકોની માર્ગ સલામતી અંગેની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુચના આપેલ છે. આથી રાકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરની તમામ જાહેરજનતાને અપીલ કરવામાં આવે છે કે, ટુ વ્હીલર વાહન ચલાવતા સમયે બનતા જીવલેણ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા સારુ 8 સ્પેટ્મ્બર 2025થી રાજકોટ શહેરી વિસ્તારમાં તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજીયાતપણે પહેરવાનુ રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા શેહરી વિસ્તારમાં કાયદાની જોગવાઈ અનુસાર હેલ્મેટની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવનાર છે. 8 સપ્ટેમ્બર 2025થી રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે.





















