શોધખોળ કરો

Diana Award 2023: 1 લાખથી વધુ સેનેટરી પેડ વિતરણ કરનાર રાજકોટની દીકરીને મળ્યો ડાયના એવોર્ડ

રાજકોટ: યુકેમાં દર વર્ષે લેડી ડાયનાના પુત્ર દ્વારા વિશ્વભરમાં સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનોને  લેડી ડાયના એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે આ એવોર્ડમાં રાજકોટની દીકરી હેત જોશીએ બાજી મારી છે.

રાજકોટ: યુકેમાં દર વર્ષે લેડી ડાયનાના પુત્ર દ્વારા વિશ્વભરમાં સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનોને  લેડી ડાયના એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે આ એવોર્ડમાં રાજકોટની દીકરી હેત જોશીએ બાજી મારી છે. તમને જણાવી દઈએ કે.  હેત જોશી રાજકોટના અદિરા ફાઉન્ડેશનનું સંચાલન કરે છે.અદીરા ફાઉન્ડેશન નોન પ્રોફીટેબલ ફાઉન્ડેશન મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે.

Diana Award 2023: 1 લાખથી વધુ સેનેટરી પેડ વિતરણ કરનાર રાજકોટની દીકરીને મળ્યો ડાયના એવોર્ડ

 હેત જોશીએ અત્યાર સુધીમાં દેશના 16 રાજ્યોમાં 75 જેટલી મહિલાઓ માટે શિબીરો યોજી છે. સેનેટરી પેડને લઈને અત્યાર સુધીમાં હજારો મહિલાઓને જાગૃત કરી છે. આ ઉપરાંત દેશભરમાં મધ્યમ વર્ગના બહેનોને 1,07,500 સેનેટરી પેડ વિતરણ કર્યા છે. હેત જોશી રાજકોટના જાણીતા કાવ્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રક્ષિતભાઈ જોશીની દીકરી છે.

આ તારીખથી ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત મળશે 10 લાખનું વીમા કવચ

 PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી ૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ રાજ્યની ભાજપ સરકારે વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. 

Diana Award 2023: 1 લાખથી વધુ સેનેટરી પેડ વિતરણ કરનાર રાજકોટની દીકરીને મળ્યો ડાયના એવોર્ડ

ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ ગુજરાતમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલા પ્રોસિજરોની સેવાઓ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. 

રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ ઉમેર્યુ કે,આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે(વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી). આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget