શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ મોટા જિલ્લામાં દિવાળી બાદ કોરોના કન્ટ્રોલમાં, રિકવરી રેટ 92 ટકાએ પહોંચ્યો
ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1010 કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે વધુ 7 લોકોના મોત થયા હતા. આ સાથે જ કુલ મૃત્યુઆંક 4234 પર પહોંચ્યો છે.
રાજકોટઃ કોરોના સંક્રમણના કેસને લઈને રાજકોટ જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિવાળી બાદ રાજકોટમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળામાં અત્યારે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો રાજકોટ જિલ્લામાં કોરોનાથી રિકવરી રેટ 92 ટકા નોંધાયો છે.
દિવાળી બાદ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો હતો. દરરોજ સરેરાશ 80 જેટલા કેસ સામે આવતા હતા. પરંતુ બાદમાં પ્રશાસનની ગાઈડલાઈન અને લોકોની સાવચેતીના કારણે આ કેસમાં ઘટાડો નોંધાયો છે.
નોંધનીય છે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1010 કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે વધુ 7 લોકોના મોત થયા હતા. આ સાથે જ કુલ મૃત્યુઆંક 4234 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 35 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં હાલ 11940 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 11879 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,35,299 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1190 દર્દી સાજા થયા હતા અને 54,694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 90,53,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.13 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion