શોધખોળ કરો

રાજકોટ આગ કાંડમાં પોલીસે ક્યાં પાંચ ડોક્ટરો સામે નોંધ્યો ગુનો ? ક્યા 3 ડોક્ટરની કરાઈ અટકાયત ?

તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો.

રાજકોટ: શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજ રોજ 304(અ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી હતી. SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તમામ જવાબદાર વિરુદ્ધ 304(અ) અંતર્ગત આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બપોરે 12:22 આગનો બનાવ બન્યો હતો. જવાબદારો વિરુદ્ધ કલમ 114 પણ ઉમેરવામાં આવી છે. મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. બે દિવસની તપાસ બાદ રવિવારે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણે ફરિયાદી બની ગોકુલ લાઇફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. રાજકોટ આગ કાંડમાં પોલીસે ક્યાં પાંચ ડોક્ટરો સામે નોંધ્યો ગુનો ? ક્યા 3 ડોક્ટરની કરાઈ અટકાયત ? લાપરવાહી દાખવનાર ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબ સામે પોલીસે ગુનો નોંધી પાંચેયની પૂછપરછ શરૂ કરી હતી. તેમાંથી 3ની અટકાયત કરવામાં આવી છે. મનોહર સિંહ જાડેજાએ ખુલાસો કરતા કહ્યું કે, આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડાના ગોટા થયેલા હતા. વોર્ડમાં સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ ઇમરજન્સીનો દરવાજો ન હતો. ફકત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની વ્યવસ્થા હતી. આઇસીયુના દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી હતી. મેડિકલ સ્ટાફ ને કોઈ પણ જાતની ફાયર સેફ્ટી બાબતની તાલીમ પણ આપવામાં આવી ન હતી. મેડિકલ સ્ટાફ તાલીમ ના અભાવે ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા. આ સિવાય ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમની વ્યવસ્થા પણ ન હતી. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જોકે, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તરફથી માત્ર ફાયરને જાણ કરવામાં આવી હતી. હાલ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
Embed widget