શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના લોકોને કેન્દ્રની મોદી સરકારે આપી 4 મોટી ભેટ, જાણો શું કરી જાહેરાત?
રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિજમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેનો શરૂ થતાં સૌરાષ્ટ્રના લોકોને ઉત્તર અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવામાં ખૂબ જ આસાની થઈ જશે.
રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી ભારત પ્રવાસે જવા માંગતા લોકો માટે કેન્દ્રની મોદી સરકારે મોટી ભેટ આપી છે. આજે રાજકોટમાં ભારતીય રેલવે (IRCTC) દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટમાંથી અલગ અલગ 4 ટુરિજમ ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેનો શરૂ થતાં સૌરાષ્ટ્રના લોકોને ઉત્તર અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવામાં ખૂબ જ આસાની થઈ જશે.
રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ અલગ 4 ટ્રેન પ્રવાસીઓ માટે ઉપડશે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ટુરિસ્ટો ફરવા માટે જઇ શકશે. દક્ષિણ દર્શન માટે પિલગ્રીમ વિશેષ ટ્રેન, નમામી ગંગે પીલગ્રીમ વિશેષ ટ્રેન , દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે ભારત દર્શન ટ્રેન ફેબ્રુઆરીમાં અને માર્ચમાં રાજકોટથી ઉપડશે. સામાન્ય નાગરિકો યાત્રા કરી શકે તે માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement