શોધખોળ કરો

Gondal News: ગોંડલમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા

Gondal News: અલ્પેશ કથીરિયા અને તેમના સાથીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

Gondal News: સૌરાષ્ટ્રનું ગોંડલ શહેર ફરી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી વિના અહીં રાજકીય માહોલ ગરમાયો છે. હકિકતમાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા,ધાર્મિક માલવીયા અને જીગીષા પટેલ ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગોંડલમાં ભયનું વાતાવરણ હોવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, હાલમાં ગોંડલમાં ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. હવે અલ્પેશ કથીરિયાના આરોપ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

ગોંડલમાં 2027ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા

અલ્પેશ કથીરિયા અને તેમના સાથીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે,  બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી.  ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. 

રાજકોટ-ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાનું નિવેદન

ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. સુરતથી આવેલા લોકોએ લોકોનો રોષ જોઇને ગોંડલ છોડીને જતુ  રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500  કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. અને બીજી તરફ ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે.જેને લડવું હોય તે લડી શકે છે.  જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.

દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા
જયરાજસિંહ જાડેજાના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે પહોંચ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે.

ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો
ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget