શોધખોળ કરો

Gondal:  અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થર મારો થતા કહ્યું, 'આ ગોંડલ નહીં મિરઝાપુર...'  

ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ  પહોંચ્યા છે.

ગોંડલ: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ  પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ​​​​​ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા. આ સાથે તેમના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા હતા. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશે કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ. 

અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો

કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો  જમાવડો જોવા મળી રહ્યો છે.  ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 

ગોંડલમાં રાજકીય રીતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અલ્પેશ કથિરીયાને તેના સમર્થકોએ આવકાર્યા છે તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો અલ્પેશ કથિરીયાનો વિરોધ કરી રહ્યા છે. કાળા વાવટા ફરકારવી કથીરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગોંડલની જનતાએ અલ્પેશ કથિરિયા ને જવાબ આપી દીધો

ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.

દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા

જયરાજસિંહ જાડેજાના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે પહોંચ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Embed widget