શોધખોળ કરો

Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો

Gondal, Ganesh, Gabbar: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલમાં પહોંચી રહ્યા છે.

Key Events
Patidar leaders including Alpesh Kathiriya will visit Gondal today Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
અલ્પેશ કથિરીયા
Source : abp live

Background

Gondal, Ganesh, Gabbar: ગોંડલમાં ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે સોશલ મીડિયા પર વોર ચાલી રહી છે. ગણેશ જાડેજાએ આપેલા પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલ્યો છે. તેમણે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે  છે કે.” "ગોંડલ કરો... સ્વાગતની તૈયારી...” જે બાદ આજે કથિરીયા સહિતના આગેવાનો ગોંડલ પહોંચવાના છે.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક સભામાં ગણેશ ગોંડલે  એવું કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. જેના સંદર્ભમાં જ વળતો જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ આ પોસ્ટ કરી હતી. તેમણે  ગણેશ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે આ પોસ્ટ દ્વારા ગોંડલ આવવાની અને આખો દિવસ ફરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન અમે તપાસ કરીશું કે આખરે  ગોંડલમાં કેવો માહોલ છે?

તો બીજી તરફ આ પોસ્ટનો જવાબ આપતા સામે ગણેશ જાડેજાએ લખ્યું કે, “ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર છે, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે.  આ રીતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાકયુધ્ધ ચાલી રહ્યો છે, જેના કારણે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અને જાડેજા જુથ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યાં છે. બંને વચ્ચે વાક્યુદ્ધ અન પોસ્ટર વોરના કારણએ ગોંડલનું રાજકારણ પણ ગરમાયુ છે. બંનેના સમર્થકોની પોસ્ટર પણ લાગેલા જોવા મળી રહ્યાં છે. બંને વચ્ચેની  સ્થિતિના  કારણએ  આગામી મી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે,ઉલ્લેખનિય છે કે, ગોંડલ ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગત રવિવારે ગોંડલમાં સમાજ હિત માટે લડનારા વિનું શિંગાળાની પ્રતિમા સ્થાપવા મુદ્દે અગ્રણીની બેઠક મળી હતી આ સમયે એક અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરાએ પાટીદાર જુથને એકજૂટ થવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી પાટીદારનો ધારાસભ્ય નથી આવી શક્યા તે શરમજનક છે.

13:01 PM (IST)  •  27 Apr 2025

ગોંડલમાં 2027ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા

સુરતના અગ્રણીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે,  બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી.  ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. 

11:34 AM (IST)  •  27 Apr 2025

દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા

જયરાજસિંહ જાડેજાના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે પહોંચ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget