શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ ખાનગી શાળાના યુવાન શિક્ષકે કરી લીધી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો
અતુલ ઠુમ્મરને સ્કૂલમાંથી ઘણા સમયથી પગાર મળતો ન હતો. ઘણા સમયથી માનસિક ટેંશનમાં રહેતા હતા.
રાજકોટઃ જેતપુરના ટાકુડીપરમાં રહેતા ખાનગી શાળાના શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અતુલ મગનભાઈ ઠુમ્મર જૂનાગઢની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્રણ મહિનાથી પૂરતો પગાર ન મળ્યો હોવાથી આર્થિક ભીંસ હોવાનો પરિવારજનોનો આરોપ છે. ખેતરમાં જઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. જેતપુર તાલુકા પોલીસે શરૂ તપાસ શરૂ કરી છે.
શિક્ષકના પિતા અને પત્નીએ આર્થિક સંકળામણને લીધે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢની જીનિયસ સ્કૂલમાંથી ઘણા સમયથી પગાર મળતો ન હતો. ઘણા સમયથી માનસિક ટેંશનમાં રહેતા હતા.
ગત 28મી જુલાઇએ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા શિક્ષકે પણ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. વિપુલ ટંડેલ નામનો યુવક સુરતની ખાનગી શાળામાં ફરજ બજાવતો હતો. પરિવારનો આક્ષેપ છે કે, નોકરી છૂટી જતાં યુવક બેરોજગાર બન્યો હતો અને આ હતાશાના કારણે તેણે આ પગલું ભર્યું છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી છે. સુરતમાં પણ કેટલાક રત્નકલાકારોએ ધંધો-રોજગાર બંધ થતાં આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે કોઈ શિક્ષકે આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કર્યાની રાજ્યમાં બીજી ઘટના સામે આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion