શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ યુવતીને અચાનક આવવા લાગ્યા અશ્લીલ વીડિયો કોલ ને કરાતી શું માંગણી? જાણીને ચોંકી જશો
મુંબઈની યુવતીએ તેના અને તેની દીકરીના ફોટા સહિત મોબાઇલ નંબર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા છે. જેને કારણે તે હેરાન થઈ ગઈ છે. મુંબઈની યુવતી જેતપુરના ખીરસરા ગામે રહેતી પરિણીતાના પતિની પ્રેમીકા છે.
રાજકોટઃ જેતપુરની એક પરણીત યુવતીને અચાનક અશ્લીલ વીડિયો કોલ આવવા લાગ્યા હતા. વીડિયો કોલમાં સામેની વ્યક્તિ દ્વારા અશ્લીલ માંગણીઓ કરવામાં આવતાં યુવતી ડઘાઈ ગઈ હતી. આ પ્રકારના વીડિયો કોલથી પરેશાન થઈ યુવતીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીએ અનેક ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા છે.
પરિણીતાની ફરિયાદ છે કે, મુંબઈની યુવતીએ તેના અને તેની દીકરીના ફોટા સહિત મોબાઇલ નંબર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા છે. જેને કારણે તે હેરાન થઈ ગઈ છે. મુંબઈની યુવતી જેતપુરના ખીરસરા ગામે રહેતી પરિણીતાના પતિની પ્રેમીકા છે. જે પરિણીતાએ પતિ સામે કરેલા કેસ પાછા ખેંચવા સતત ધકમીઓ આપી રહી હતી.
મુંબઈની યુવતી આટલેથી ન અટકતા તેણે યુવતીના ફોટા અને મોબાઇલ નંબર પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. જેને કારણે પરિણીતાને અશ્લીલ વીડિયો કોલ આવી રહ્યા છે. એટલું જ નહીં, મુંબઈની યુવતીએ પરિણીતાને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. આ બધી ધમકીઓથી કંટાળી અંતે પરિણીતાએ જેતપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement