શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ 19 વર્ષની યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, થઈ ગઈ પ્રેગનન્ટ ને દીકરીને આપ્યો જન્મ, યુવતીના પિતાએ.....
19 વર્ષીય યુવતી પ્રેમી સાથેના સંબંધથી ગર્ભવતી બની હતી. જોકે, અધૂરા માસે મૃત બાળકીનો જન્મ થતા પિતાએ આ વાત છૂપાવવા માટે મૃત નવજાતને સીમમાં ફેંકી દીધી હતી.
રાજકોટઃ કુવાડવા ગામની સીમમાંથી મૃત નવજાત બાળકી મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ મૃત નવજાત બાળકીને યુવતીના પિતા ફેંકી ગયા હોવાનો ખુલાસો થયો છે. યુવતી પ્રેમી સાથેના સંબંધથી ગર્ભવતી બની હતી અને અધૂરા માસે મૃત બાળકીનો જન્મ થયો હતો. આ અંગે કોઈને ખબર ન પડે તે માટે પિતાએ મૃત બાળકીને કુવાડવા ગામની સીમમાં ફેંકી દીધી હોવાનો દાવો એક જાણીતા અખબારે કર્યો છે.
જાણીતા અખબારે કરેલા દાવા પ્રમાણે, 19 વર્ષીય યુવતી પ્રેમી સાથેના સંબંધથી ગર્ભવતી બની હતી. જોકે, અધૂરા માસે મૃત બાળકીનો જન્મ થતા પિતાએ આ વાત છૂપાવવા માટે મૃત નવજાતને સીમમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસ તપાસમાં મૃત નવજાતને ફેંકનાર વ્યક્તિને શોધી કાઢી પોલીસે પૂછપરછ કરતા ઉપરની વિગતો સામે આવી હોવાનો અખબારમાં દાવો કરાયો છે.
મૃત નવજાત બાળકી કુવાડવા ગામની સીમમાં પડી હોવાની જાણ વાડીમાં કામ કરતી વ્યક્તિને થતાં તેમણે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા કૂવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108ની તપાસમાં બાળકી મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી બાળકી કોની છે અને કોણ ફેંકી ગયું તેની તપાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement