Notice: રાજકોટ પોલીસ કમિશ્નર અને ટ્રાફિક એસીપીને ફટકારી નોટિસ, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટ: ઇ મેમોને લઈને યુવા લોયર્સ અને રાજકોટ શહેર પોલીસ આમને સામને આવી ગયા છે. યુવા લોયર્સના વકીલ કે.ડી શાહે તેમના અસીલ હિમાંશુ પારેખ વતી શહેર પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે.
E MEMO Controversy: ઇ મેમોને લઈને યુવા લોયર્સ અને રાજકોટ શહેર પોલીસ આમને સામને આવી ગયા છે. યુવા લોયર્સના વકીલ કે.ડી શાહે તેમના અસીલ હિમાંશુ પારેખ વતી શહેર પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે. શહેર પોલીસ કમિશ્નર અને ટ્રાફિક એસીપીને નોટિસ ફટકારવામાં આવી છે. લોયર્સ કહ્યું કે, ઇ-મેમો અંગે લોકોને સાચી માહિતી આપો અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો. ટ્રાફિક એસીપીએ વાહનચાલકોને આપેલા ધમકીપત્રમાં અનેક વિસંગતતા હોવા છતાં કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતા યુવા લોયર્સએ કોર્ટ કાર્યવાહી શરૂ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ટ્રાફિક ACP દ્વારા વાહન ચાલકો આપેલા ધમકી પત્રમાં અનેક વિસંગતા છે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા વકીલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
કોંગ્રેસનો સોમનાથથી શંખનાદ, સૌરાષ્ટ્રના કયા બે ધારાસભ્ય ન રહ્યા હાજર?
સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન થવાનું છે. કોંગ્રેસે 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે.
વિશાળ બાઇક અને કારોનો કાફલો રેલીમાં જોડાયો છે. રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પર ફરી સોમનાથ મંદિર પહોંચશે. મુખ્ય માર્ગો ઉપર થઈ સોમનાથ મંદિર પહોંચી મહાદેવને ઘ્વજા રોહણ કરશે. બપોરે 3 વાગ્યે 2022ની વિધાનસભા ચૂંટણીનું મંથન બેઠક યોજાશે.
બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ભાજપ માં જવાની અટકળોનો અંત કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીની નેતાગીરી સાથે છું. પાર્ટી સાથે કોઈ અસંતોષ નથી. કોઈને કોઈ મિત્રો આવી વાતો ચલાવતા હોય છે. તેમણે ભાજપના નેતાઓ સાથેના ફોટા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને તેને સામાન્ય ગણાવ્યું હતું.
સોમનાથ ખાતે કોંગ્રેસનું ચૂંટણી મહામંથન થવાનું છે. કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન મારું બુથ - મારું ગૌરવ ૨૪ જૂન ૨૦૨૨ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકો થશે. સોમનાથથી શંખનાદ સાથે કોંગ્રેસ આવનાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે. ગુજરાત પ્રભારી ડો રઘુ શર્મા, AICC ના સેક્રેટરીઓ , ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો અને આગેવાનો સોમનાથ આવી પહોંચ્યા.