શોધખોળ કરો

Gujarat Leopard Attack: જેતપુરમાં દીપડાનો આતંક, ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો

Gujarat Leopard Attack: જેતપુરમાં એક ખેડૂત જ્યારે ખેતરમાં પાક પર દવાનો છંટકાવ કરી રહ્યો હોત તે દરમિયાન દીપડાએ તેના પર હુમલો કરી દીધો

Gujarat Leopard Attack: રાજકોટ જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. દીપડાએ ખેડૂતો પર હુમલો કર્યાની ઘટના જેતપુરમાંથી સામે આવી છે. જેતપુરમાં એક ખેડૂત જ્યારે ખેતરમાં પાક પર દવાનો છંટકાવ કરી રહ્યો હોત તે દરમિયાન દીપડાએ તેના પર હુમલો કરી દીધો, ખેડૂતોને છાતીના ભાગમાં પંજાના નોર વાગતા હાલમાં જેતપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ફૉરેસ્ટ વિભાગને થતાં સ્થળ પર પહોંચી દીપડાનું લૉકેશન મેળવવાનું કાર્ય શરૂ કર્યુ હતુ. 

છેલ્લા કેટલાક સમયથી આદમખોર દીપડા હવે રહેણાંક વિસ્તારમાં આતંક મચાવવા માંડ્યા છે. તાજેતરમાં જ રાજકોટના જેતપુરમાં ખેડૂત પર દીપડાએ જીવલેણ હુમલો કરી દીધો હતો. માહિતી પ્રમાણે, રાજકોટના જેતપુરમાં ચાંપરાજપુરની આગળ જીઠુડી રૉડ કેનાલવાળા જુની સિમના વિસ્તારમાં ખેતરમાં જ્યારે ખેડૂત પાક પર દવા છાંટી રહ્યો હતો તે દરમિયાન દીપડાએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ખેડૂત જમનભાઇ અમીપરા દીપડાના હુમલાથી છાતીના ભાગમાં પંજાના નોર વાગ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડૂત જમનભાઇને સારવાર માટે જેતપુર સરકારી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દીપડાનું લોકેશન શોધવાની કામગીરીમાં જોડાઇ ગયા હતા. 

મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા

મહેસાણાના વડનગરમાં ચાર પગના આતંકથી લોકોમાં ડર ફેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વડનગરના વાગડી ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ડરનો માહોલ છે. વન વિભાગની ટીમે ગ્રામજનોને સાવચેત રહેવા કરી અપીલ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા જંગલ વિસ્તારમાં પાંજરા મુક્યા હતા. મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામમાં ચાર પગના આતંકથી લોકોમાં ડરનો માહોલ છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવા જંગલ વિસ્તારોમાં પાંજરા મુક્યા હતા. વન વિભાગની ટીમે જાહેર સૂચના પણ બહાર પાડી છે. જેમાં માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આવા બનાવો અટકાવવા લોકો માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે.રાત્રિ દરમિયાન ગામમાં આવેલા રામાપીરના મંદિરની દીવાલ પર દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો.                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget