શોધખોળ કરો

Lok Sabha Elections:રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં 100 ક્ષત્રિયાણીઓ લડશે ચૂંટણી, ઉપલેટામાં પણ લાગ્યા વિરોધના પોસ્ટર

Lok Sabha Election 2024:રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે જાહેરાત કરી હતી

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો સમાજનો આક્રોશ ઓછો થવાનું નામ લઇ રહ્યો નથી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ અપનાવી હતી. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષે જાહેરાત કરી હતી કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની 100 મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે જાહેરાત કરી હતી.

‘પાંચ લાખ રાજપૂતો ભેગા કરીશું’

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે આક્રોશ યથાવત છે. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે ભાજપને 400 નહીં, 440 સીટ અપાવીશું પણ રૂપાલાને હટાવો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને હટાવવામાં નહીં આવે તો પાંચ લાખ રાજપૂતો ભેગા કરીશું.

રાજવી પરિવારોનો હૂંકાર

ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.

રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે. 

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. 

ઉપલેટામાં લાગ્યા બેનર

બીજી તરફ રાજકોટના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર લાગ્યું હતું. ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં બેનર લાગ્યું હતું. રૂપાલા, જયરાજસિંહના ફોટા પર ચોકડી સાથેના  બેનર લાગ્યા હતા.

શહેરના જાહેર ચોકમાં પરસોતમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના ફોટા પર લાલ ક્રોસ કરેલા ફોટા સાથે બેનરો લગાવાયા હતા. બેનરની અંદર "સમાજની વાત - પૂર્વજોનું અપમાન છત્રીયાળીનું અપમાન - સમાજને પડકાર કોઈપણ ચલાવી નહીં લેવાય" સ્લોગન સાથેના બેનર લાગ્યા હતા.

ઉપલેટામાં પરસોતમ રૂપાલા સાથે લેવાદેવા ન હોવા છતાં પણ ઉપલેટામાં બેનરો લાગતા ચકચાર મચી ગઇ હતી. નોંધનીય છે કે ઘણા દિવસોથી પરસોતમ રૂપાલાનો ક્ષત્રિય સમાજને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ગત દિવસે ગોંડલમાં બેઠક યોજાઈ હતી ત્યારબાદ પરસોતમ રૂપાલા ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે પહોંચ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Embed widget