Maharashtra Coronavirus: મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 61 હજાર 695 કેસ નોંધાયા, વધુ 349 દર્દીઓના મોત
રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 61 હજાર 695 નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે મહારાષ્ટ્રમાં વધુ 349 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈમાં જ 8,217 કેસ નોંધાયા છે અને આ સંક્રમણથી 49 દર્દીઓના મોત થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના સંક્રમણના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 61 હજાર 695 નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણ(Coronavirus)ના કારણે મહારાષ્ટ્રમાં વધુ 349 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈમાં જ 8,217 કેસ નોંધાયા છે અને આ સંક્રમણથી 49 દર્દીઓના મોત થયા છે.
આ પહેલા બુધવારે 58,952 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 278 દર્દીઓના મોત થયા હતા. જ્યારે મંગળવારે 60,212, સોમવારે 51,751 અને રવિવારે સૌથી વધુ 63,294 લોકો સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 36,39,855 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 59,153 દર્દીઓના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ રાજ્યમાં મિની કર્ફ્યૂ જેવા પ્રતિબંધો વાળી નવી ગાઈડલાઇન લાગૂ કરી છે, આ પ્રતિબંધો બુધવારે રાત્રે 8થી લાગૂ થઈ ગયા છે. મહત્વનું છે કે આમાં બજારો સહિતનું ઘણું બધુ બંધ છે, પણ જો કોઈ ઇમરજન્સી છે, તો લોકો બહાર નીકળી શકે છે અને તેમને રોકવામાં નહીં આવે. મુંબઈની હોસ્પિટલોમાં ઑકિસજનની અછત છે, જેના લીધે પ્રદેશ સરકાર દ્વારા કેન્દ્ર પાસેથી મદદ માંગવામાં આવી હતી. કોરોના સંક્રમણ(Coronavirus)ના કારણે મહારાષ્ટ્રમાં વધુ 349 દર્દીઓના મોત થયા છે. એકલા મુંબઈમાં જ 8,217 કેસ નોંધાયા છે અને આ સંક્રમણથી 49 દર્દીઓના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 40 લાખ 74 હજાર 564
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564
કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877
કુલ મોત - 1 લાખ 73 હજાર 121
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડોઝ આપવામાં આવ્યા છે.