AIIMS: રાજકોટમાં નિર્માણાધીન એઈમ્સની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો ક્યારે થશે હોસ્પિટલનું લોકાર્પણ
રાજકોટ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટના મહેમાન બન્યા છે. મનસુખ માંડવીયાએ આજે રાજકોટ એઇમ્સ સાઈટ પર સમીક્ષા બેઠક કરી હતી. નિર્માણાધીન એઇમ્સનું કામ કેટલું પૂરું થયું અને કેટલું બાકી છે તેની વિગતો મેળવી હતી.
રાજકોટ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટના મહેમાન બન્યા છે. મનસુખ માંડવીયાએ આજે રાજકોટ એઇમ્સ સાઈટ પર સમીક્ષા બેઠક કરી હતી. નિર્માણાધીન એઇમ્સનું કામ કેટલું પૂરું થયું અને કેટલું બાકી છે તેની વિગતો મેળવી હતી. ઓપીડી શરૂ પણ આઈપીડી શરૂ કરવામાં કેમ વિલંબ તેની વિગતો પણ માગી હતી. એઇમ્સની સમીક્ષા બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા,રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, MLA અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ડો દર્ષિતા શાહ અને ઉદય કાનગડ, રમેશ ટીલાળા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ, મેયર પ્રદીપ ડવ સહીત એઇમ્સનાં તબીબી અધિકારિઓ પણ હાજર રહ્યા હતા.
સમીક્ષા બેઠક બાદ રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રેસ કોફ્રરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં 22 AIMS માંથી ગુજરાતમાં રાજકોટને મળી. આજે રાજકોટમાં ડેવલપમેન્ટ કામ રિવ્યૂ કર્યું. AIMSનું કામ 60 ટકા પૂર્ણ થયુ છે. આગામી ઑક્ટોબરમાં તમામ કાર્ય પૂર્ણ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓકટોબરમાં એઈમ્સનું લોકાર્પણ કરશે. તો બીજી તરફ તુર્કીમાં ભારતની મદદને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું. ભારત હમેશા વસુદેવ કુટુમ્બકમમાં મને છે. રાજકોટના ચારેય ધારાસભ્ય મનસુખ માંડવીયા સાથે અઇમ્સ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, સિવિલનું બિલ્ડિંગ AIMS હોસ્પિટલને આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અને AIMS વચ્ચે એમ.ઓ.યુ થાય તો સારું. રાજકોટ સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. રા મોકરીયાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડલક કે અમુક ડોક્ટરો તેની ડ્યુટી મૂકીને દારૂ પીવે છે. વ્યવસ્થાઓ સુધારવા માટે મારા હમેશા પ્રયાસો રહેશે. હું આવતા દિવસોમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હજી પણ રજૂઆત કરીશ.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા. આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.
ભૂકંપ આવવાના સમયે અમે ગાઝિયાનટેપમાં જ હતા. ભૂકંપ આવતાની સાથે જ પેટ્રોલપમ્પ ઉપર ચાર કલાકની લાઈનો લાગી. ગેસની પાઈપમાં બ્લાસ્ટ થતા તુર્કીમાં ગેસનો પુરવઠો બંધ થયો. ભૂકંપ આવ્યા પહેલા ત્રણ દિવસ ભારે બરફવર્ષા થઈ હતી. ઇન્ડિયન એમ્બેસી સિવાય તુર્કી સરકારે પણ મદદ કરી. ભૂકંપ સમયે ફસાયેલા મહિલાએ પણ abp અસ્મિતા સાથે કરી વાતચીત. આ મહિલાએ કહ્યું કે, પરિવારના મહિલા તરીકે ખાવા પીવાની અને પોતાના પરિવારની ચિંતા સતાવતી રહી. એરપોર્ટ ઉપરથી નીકળતા સમયનું દ્રશ્ય ભયાવહ હતું. કોઈ સિક્યોરિટી નહિ, કોઈ ચેકીંગ નહિ, લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્ર સાર્થકે પણ પોતાના અનુભવ વર્ણવ્યા. મારી 25 વર્ષીય ઉંમરમાં આજ સુધી આવા દ્રશ્યો નથી જોયા. ભૂકંપના દ્રશ્યો હું આજીવન ભૂલી નહિ શકું. મારા મિત્રો સાથે વાતચીત બાદ તમામ લોકો પણ નિરાશાજનક માહોલમાં હતા.





















