રાજકોટ: ગુજરાતના આ પ્રખ્યાત શિવ મંદિરમાં જળાભિષેક માટે ચૂકવવા પડશે રૂપિયા
રાજકોટ: હવે મહાદેવના જળાઅભિષેક કરવા પણ ચૂકવા પડશે નાણાં. કદાચ તમને આ વાત જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વાત સાચી છે. આ વાત આપણા ગુજરાતના જ એક પ્રસિદ્ધ શિવ મંદિરની છે.
રાજકોટ: હવે મહાદેવના જળાઅભિષેક કરવા પણ ચૂકવા પડશે નાણાં. કદાચ તમને આ વાત જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વાત સાચી છે. આ વાત આપણા ગુજરાતના જ એક પ્રસિદ્ધ શિવ મંદિરની છે. જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ઘેલા સોમનાથ મંદિરે જતા શિવ ભક્તોએ જો જળા અભિષેક કરવો હશે તો 351 રૂપિયા આપવા પડશે. આ અંગે મંદિરમાં બોર્ડ પણ લગાવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ નિર્ણયને લઈને સ્થાનિક લોકો અને સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સામાન્ય લોકો કઈ રીતે રૂપિયા દઈને મહાદેવનો જળાભિષેક કરી શકે. હવે પૈસાદાર લોકો જ મહાદેવનો જળાભિષેક કરી શકશે. આ સમગ્ર મામલે જસદણના એસ.ડી.એમ રાજેશ આલએ કહ્યું કે. વ્યવસ્થાના ભાગરૂપે ચાર્જ વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી વીઆઈપી લોકો જ ગર્ભગૃહમાં જઈને જળાભિશેક કરી શકતા હતા પરંતુ હવે દરેક લોકો જઈને જળાભિષેક કરી શકશે. જે લોકોને ચાર્જ વસૂલવાને લઈને વાંધો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી ?
ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.
હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ
થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખરી ઠંડીનો અનુભવ થશે.