Morbi : લવ મેરેજ કરનાર યુવકે કેમ કરી લીધો આપઘાત? આપઘાત પહેલા બનાવ્યો વીડિયો
મોરબીમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ ગઈ કાલે આપઘાત કરી લીધો હતો, જેને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબીઃ પ્રેમલગ્ન કરનાર યુવાન જીવનથી કંટાળી આપઘાત કરી લીધો છે. પત્ની છોડીને ચાલી ગયા બાદ કોર્ટ કેસ કરી પત્નીના માતાપિતા સહિતના ત્રાસ આપતા હોવાની વ્યથા ઠાલવતો વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી યુવકે આપઘાત કરી લીધો હતો. જ્યારે દીકરીના પરિવારજનોએ યુવકે જે આક્ષેપ કર્યો છે પાયા વિહોણા હોવાની વાત કરી છે.
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ ગઈ કાલે આપઘાત કરી લીધો હતો, જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં યુવાન એવું જણાવી રહ્યો છે કે તેને પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતી અને તેના માતાપિતા અને યુવતીના માસી સહિતના લોકો તેને ત્રાસ આપતા હોવાથી હવે તેને જીવવું નથી પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્ની માતાપિતાને ઘર ચાલી ગઈ હતી. તેમજ કોર્ટ કેસ ચાલતો હોય યુવાનને હેરાન કરવામાં આવતો હોય જેથી કંટાળી જઈને યુવાને આપઘાત કર્યો હોવાનું પોતે બનાવેલ વિડીયોમાં યુવાન જણાવી રહ્યો છે. યુવાનના આપઘાતના બનાવને પગલે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાવ અંગે મૃતક યુવાનના માસી ભાવનાબેન જણાવે છે કે, મારો ભાણેજ છે અને તેની પત્ની અને તેના પરિવારવાળા તેને પરેશાન આપતા હતા.બાદમાં તેની પત્નીને તેના માસી આવીને અમારા ઘરેથી લઇ ગયા હતા પછી કોર્ટમાં કેસ ચાલતો હોય અને પ્રથમ મુદતમાં તેની પત્ની આવી હતી. બીજી મુદતમાં તેની પત્ની ન આવતા તેને આઘાત લાગ્યો હતો. બધા તેને પરેશાન કરતા હોવાથી તેણે આપધાત કર્યો છે.
મૃતકના સાસુ લતાબેન જણાવે છે મારી દીકરીએ લવ મેરેજ કર્યા હતા અને થોડા દિવસ મારી દીકરીને બરાબર રાખ્યા બાદ ત્રાસ થતો હતો અને મારકૂટ થતી હતી. માનસિક ત્રાસ પણ થતો હતો, જેથી તેના ભાઈજીને મારી દીકરીએ કીધું એટલે તે તેડી આવ્યા હતા. બાદમાં પોલીસ મથકે ગયા હતા ત્યાં છુટાછેડાની વાત થઇ હતી અને છુટાછેડા આપવાનું કહ્યું હતું. બે દિવસમાં સહી કરી આપીશ તેમ કહ્યું હતું પણ તે બે દિવસ પછી મારા ઘરે આવ્યો અને હું મરી જઈશ તેમ કહેતો હતો તેમજ મારી દીકરીએ મને કીધું કે આ અગાઉ પણ તેણે બે ત્રણ વાર આપધાતનો પ્રયાસ કર્યો હતો. અમે કોઈ દિવસ ફોન નથી કર્યો છે તેના ઘરે પણ નથી ગયા.
મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી તેમજ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેથી પોલીસ વધુ તપાસ ચલાવી છે મૃતક યુવાનને ક્યા કારણોસર આપધાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.