Morbi Bridge Collapse : મોરબી અને રાજકોટ બાર એસોશિએશન આરોપીઓના કેસ નહીં લડે
મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે

Background
Morbi Bridge Collapse : મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. કઈ રીતે કામગીરી ચાલી રહી છે અને કઈ રીત ની જરૂર છે તે માહિતી મેળવશે.
મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મચ્છુ નદીમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલું, પંજાબનો એક વ્યક્તિ લાપતા
Morbi Bridge Collapse: મોરબી હોનારત માં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ કામગીરી ચલાવી રહ્યું છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી. મોબી જીલ્લા કલેકટર સાથે વાત ચિત દરમિયાન માહિતી મળી. અત્યાર સુધીમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હોય અને ૨૨ લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું.
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે
કસુરવારોને બક્ષવામાં ન આવે તેવી વકીલોની માંગ
રાજકોટના વકીલોનું સંગઠન યુનિટી ઓફ લોયર્સનું નિવેદન. મોરબીની ગોઝારી ઘટનામાં સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના સીટીંગ જજની વડપણ હેઠળ કમિટી બનાવી થવી જોઈએ તપાસ. કસુરવારોને બક્ષવામાં ન આવે તેવી વકીલોની માંગ.





















