શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? પરિવારમાં બીજું કોણ થયું સંક્રમિત?
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, તેમના પત્ની જ્યોત્સનાબેન અને પુત્ર પ્રથમ કોરોના સંકમિત થયા છે.
મોરબીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમની સાથે તેમના પત્ની અને પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ, તેમના પત્ની જ્યોત્સનાબેન અને પુત્ર પ્રથમ કોરોના સંકમિત થયા છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, હું, મારા પત્ની જ્યોત્સના તથા મારો પુત્ર પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા છીએ અને ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને ક્વોરેન્ટાઇન થયા છીએ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે અંગત કાળજી લઈને ડોક્ટર્સની ટીમ મોકલી છે. જે નિયમિત ચેકઅપ કરી રહ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર.
તેમણે ઉમેર્યું છે કે, છેલ્લા સમયમાં જે મિત્રો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવી લેવા અથવા થોડો સમય આઇસોલેશનમાં રહેવા વિનંતી છે. આ સંજોગોમાં હું 15 દિવસ જેટલો સમય મોરબી આવી નહીં શકું, જે વિદિત થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion