શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનો કહેર યથાવતઃ 24 કલાકમાં નોંધાયા વધુ 45 કેસ, જાણો વિગત
રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કુલ કેસ 1353 થઈ ગયા છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કુલ કેસ 1353 થઈ ગયા છે. રવિવારે રાજકોટ શહેરમાં 80 કેસ નોંધાયા હતા. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 998 એક્ટિવ કેસો હતો, જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 957 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે જિલ્લામાં કુલ 30 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો 1100ને પાર થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ 14,572 એક્ટિવ કેસો છે. જેમાં સુરતમાં સૌથી વધુ 3813 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી અમદાવાદમાં 3523 એક્ટિવ કેસો સાથે બીજા નંબરે, જ્યારે 998 એક્ટિવ કેસો સાથે રાજકોટ ત્રીજા નંબરે છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ, રાજકોટ પછી વડોદરા, મહેસાણા, દાહોદ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને ભરુચ આવે છે. ટોપ-10 એક્ટિવ કેસોમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં છે. જેમાં રાજકોટ પછી ભાવનગરમાં 423, સુરેન્દ્રનગરમાં 406 અને જામનગરમાં 357 એક્ટિવ કેસો છે. આ પછી દક્ષિણ ગુજરાતના બે, ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના બે જિલ્લાનો ટોપ-10 એક્ટિવ કેસો ધરાવતા જિલ્લામાં સમાવેશ થાય છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















