Gujarat Election 2022: રાજકોટમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો, 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો કેસ કર્યો ધારણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરીયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો.
રાવણનો અહંકાર નથી રહ્યો, તમારો પણ નહીં રહે: દિગ્વિજય સિંહ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં જોવા મળી રહ્યા છે. એમ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ વડોદરાની મુલાકાત લઈ કોંગ્રેસ નેતાઓ સાથે શહેર જિલ્લાની 10 વિધાનસભાની સ્થિતિ અંગે ચર્ચા કરી જીત મેળવવા માટે કામે લાગી જવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી ભાજપની બી ટીમ છે તો પણ કોંગ્રેસ સરકાર બનાવશે. લોક સમર્થન કોંગ્રેસ સાથે હોવાનો દિગ્વિજય સિંહએ દાવો કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી
તેમણે પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા હતા. પૂર્વ સીએમએ કહ્યું કે, અહંમ અને અહંકારમાં છે નરેન્દ્ર મોદી. મેને ગુજરાત બનાયા ના નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વધુમાં દિગ્જવિજય સિંહે કહ્યું કે, રાવણનું અહંકાર નથી રહ્યો તમારો પણ નહીં રહે. 2002 પછી ગુજરાત બનાવ્યું કહેનારની હું નિંદા કરું છું. ખેડૂતોના કાનૂનને છોડી બીજા તમામ કાનૂનનું આપએ સમર્થન કર્યું છે. આપ એ 370નું સમર્થન, નોટબંધીનું સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી કરતા તેવા સવાલ પણ તેમણે કર્યા.
ઓવેસી ધાર્મિક ઉન્માદ સાથે ચૂંટણીમાં ઉતરે છે. ભાજપ હિન્દૂઓની વાત કરી વોટ માંગે છે. 27 વર્ષમાં વણઝારા જે એન્કાઉન્ટર સ્પેશિયલ હતા જે મોદી, અમિત શાહના ખાસ હતા તેમણે પાર્ટી બનાવી. કેમકે તેમને ભાજપએ આપેલા વચન પાડ્યા નહીં. ગુજરાત સરકાર મતલબ નરેન્દ્ર મોદી, અમિત શાહ, પોલીસ બ્યુરોકેસી તેમની સાથે છે.
વડગામમાં જામશે ચતુષ્કોણીય જંગ
વડગામ વિધાનસભા સીટ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આમ આદમી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવતા ચતુષ્કોણીય જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વડગામ સીટ કોંગ્રેસનો ગઢ રહી છે. 2.94 લાખ મતદારો ધરાવતી વડગામ સીટ પર સૌથી વધુ વોટ મુસ્લિમ મતદારોના છે. જ્યારે બીજા નંબરે દલિત સમાજના વોટ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને જંગના મેદાનમાં ઉતાર્યા છે. જોકે, મુસ્લિમ નેતા ઓવેસીની પાર્ટી AIMIM એ પણ મુસ્લિમ ઉમેદવાર જ્યારે આમ આદમી પાર્ટીએ દલિત સમાજના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતા વડગામ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.