રાજકોટના જસદણમાં 250થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ થઈ અસર
જસદણનાં ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીનાં માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Food Poisoning: રાજકોટના જસદણમાં 250થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોખલાણા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન આરોગ્ય બાદ ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. તમામ દર્દીઓને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફુડ પોઈઝનની અસર નાના બાળકોની સંખ્યા વધારે હોવાની માહિતી છે.
મળતી માહિતી પ્રમાણે જસદણનાં ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીનાં માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જમણવારમાં લોકો દ્વારા પ્રસાદ લીધા બાદ ફુડ પોઈઝની અસર થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સમાચર મળતાં જ ઘટનાસ્થલે 108 દોડાવામાં આવી હતી અને તમામ અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સમાચરા મળતા જ આરોગ્ય વિભાગ ઘટના સ્થલે દોગી ગયું હતું.