Rajkot: સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટમાંથી 800 પેટીથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
રાજકોટ પોલીસ ફરી ઉંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના હીરાસર એરપોર્ટ પાસે GIDC વિસ્તારમાં ત્રાટકી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રાજકોટ: રાજકોટ પોલીસ ફરી ઉંઘતી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના હીરાસર એરપોર્ટ પાસે GIDC વિસ્તારમાં ત્રાટકી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરમાંથી ફરી એક વખત દારુનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. જેમાં 800 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો હતો.
ચોંકાવનારી વાત એ કે, દારૂની પેટી પર લાગેલા સ્ટીકર પર પંજાબ લખ્યું છે. એવામાં અનુમાન છે કે દારૂનો આ જથ્થો છેક પંજાબથી લવાયો છે. સવાલ એ ઉઠે છે કે, દારૂ ભરેલો ટ્રક છેક રાજકોટ સુધી પહોંચી ગયો. રસ્તામાં શું કરી રહી હતી રાજ્યની પોલીસ. ચેક પોસ્ટ પર કેમ ટ્રકમાંથી દારૂનો જથ્થો ન ઝડપાયો. એટલું જ નહીં સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી રાજકોટમાં છૂપાવાયેલો દારૂ જથ્થો મળી આવ્યો છે પરંતુ રાજકોટ પોલીસને આ દારુનો જથ્થો કેમ ન દેખાયો તે મહત્વનો સવાલ છે.
શું આ દારૂના દરિયાકાંડમાં રાજકોટ પોલીસના જ કેટલાક પોલીસકર્મી સામેલ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે, અગાઉ રાજકોટ પોલીસ જ દારૂના વાહનને પાયલોટિંગ કરતા પકડાઈ હતી. થોડા દિવસ પહેલાં કુવાડવા પોલીસ સ્ટેશન પાસેથી જ દારૂની ફેક્ટરી પણ ઝડપાઈ હતી.
જસપ્રીત બુમરાહનો વન ડે સીરિઝમાં કરાયો સમાવેશ
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈ મોટી જાણકારી આપી છે. બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામે વન ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે આગામી સપ્તાહે રમાનારી ત્રણ મેચોની વન ડે સીરિઝમાં રમશે.
બુમરાહ ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. જોકે હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ શ્રીલંકા સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર બુમરાહનો સમાવેશ કર્યો છે.
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. પીઠની ઈજાને કારણે તે ICC મેન્સ 2022 T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ સ્ટાર ફાસ્ટ બોલર રિહેબિલિટેશનમાંથી પસાર થયો છે અને હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. હવે બુમરાહ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમ સાથે જોડાશે.
ઘર આંગણે પ્રથમ વખત કેપ્ટનશિપ કરશે હાર્દિક પંડ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે (3 જાન્યુઆરી) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત મેદાન પર ઉતરશે. બિગ-3 (વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ)ની ગેરહાજરીમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કસોટી થશે. વિદેશમાં જીત મેળવનાર પંડ્યા પોતાની ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. આ પહેલા હાર્દિકે છ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ છે. હાર્દિકે આયર્લેન્ડ સામે બે, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને ટાઈમાં સમાપ્ત થઈ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ તેણે હજુ સુધી હારનો સામનો કરવો પડ્યો નથી.