શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ કયા બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં છે એક્ટિવ કેસો 100ને પાર? જાણો વિગત
અનલોકમાં સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ બગડી છે. રાજકોટ કોરોનાના એક્ટિવ કેસોમાં રાજ્યમાં ત્રીજા નંબર આવી ગયું છે. અન્ય જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો ખૂબ જ વધી રહ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે અનલોકમાં સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ બગડી છે. રાજકોટ કોરોનાના એક્ટિવ કેસોમાં રાજ્યમાં ત્રીજા નંબર આવી ગયું છે. અન્ય જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો ખૂબ જ વધી રહ્યા છે.
ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો 4408, આ પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં 4237, દક્ષિણ ગુજરાતમાં 3454 અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા 2216 એક્ટિવ કેસો છે. આમ, ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ઉત્તર ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછા મધ્ય ગુજરાતમાં છે.
જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ 1466, જામનગરમાં 508, અમરેલીમાં 404, સુરેન્દ્રનગરમાં 351, ભાવનગરમાં 340, કચ્છમાં 302, જૂનાગઢમાં 281, ગીર સોમનાથમાં 189, બોટાદમાં 111, દેવભૂમિ દ્વારકામાં 62 અને પોરબંદરમાં 44 એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion