શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો થયો વિસ્ફોટ, જાણો કયા જિલ્લામાં કેટલા થયા કેસ?
રાજકોટમાં એક અઠવાડિયામાં જ 186 કેસ વધ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 127 કેસનો વધારો નોંધાયો છે.
રાજકોટઃ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એક સપ્તાહમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજકોટમાં એક અઠવાડિયામાં જ 186 કેસ વધ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 127 કેસનો વધારો નોંધાયો છે. તો સુરેન્દ્રનગરમાં 57 અને જામનગરમાં 55 કેસ વધ્યા છે. રાજકોટ જિલ્લામાં પહેલી જુલાઈએ 288 કેસ હતા, તે વધી 474 થયા છે.
આવી જ રીતે ભાવનગર જિલ્લામાં પહેલી જુલાઈએ જ્યાં 267 કેસ હતા, તેમાં વધારો થતા 394 થઇ ગયા છે. ગીર સોમનાથમાં જ્યા 77 કેસ હતા, તે વધી 94 થયા છે. પોરબંદર જિલ્લામાં 19 કેસ વધી 21 થયા છે. જામનગર જિલ્લામાં કેસનો આંકડો 234થી વધી 289 થયો છે. મોરબીમાં કેસ 26થી વધી 48 થઇ ગયા છે. સુરેન્દ્રનગરમાં કેસ એક અઠવાડિયામાં 133થી વધી 190 થયા છે.
દેવભૂમિ દ્વારકામાં જ્યાં 23 કેસ હતા તે વધી 28 થયા છે. જૂનાગઢમાં પહેલી જુલાઈએ જ્યાં 108 કેસ હતા, તે વધી 189 કેસ થયા છે. અમરેલીમાં કોરોનાના કેસનો આંકડો 96થી વધી 119 થયા છે. બોટાદ જિલ્લામાં 99થી વધી કોરોનાના કેસ 112 થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion