શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી, જાણો વિગત
ગાજવીજ સાથે શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
![રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી, જાણો વિગત Now, rain start in Rajkot city and district રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/30180008/Rajkot-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ભારે બફારા પછી રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સાંજ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે. રૈયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સરધાર અને આજુબાજુના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
રાજકોટના ગોંડલ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ગોંડલના દેરડી, સાળથલી, વાસાવડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)