રાજકોટ અગ્નિકાંડ: દુર્ઘટના ત્રીજા દિવસે 11 મૃતદેહ પરિવારને સોંપાયા, ઘટના લઇને મોટો ખુલાસો, જાણો અત્યાર સુધીના અપડેટ્સ
રાજકોટ અગ્નિકાંડનો આજે ચોથો દિવસ છે. સોમવારે વધુ 11 મૃતદેહની ઓળખ શક્ય બની છે. આ દુર્ઘટનાને લઇને અનેક ચોંકાવનાર ખુલાસા થયા છે.
![રાજકોટ અગ્નિકાંડ: દુર્ઘટના ત્રીજા દિવસે 11 મૃતદેહ પરિવારને સોંપાયા, ઘટના લઇને મોટો ખુલાસો, જાણો અત્યાર સુધીના અપડેટ્સ On the third day of the tragedy, 11 dead bodies were handed over to the family, a big explanation about the incident, know what happened so far TRP Game zone Fire રાજકોટ અગ્નિકાંડ: દુર્ઘટના ત્રીજા દિવસે 11 મૃતદેહ પરિવારને સોંપાયા, ઘટના લઇને મોટો ખુલાસો, જાણો અત્યાર સુધીના અપડેટ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/e34b2eb6d4945f0a7ca5d0ed72b33bd4171687400020381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TRP Game zone Fire: રાજકોટ અગ્નિકાંડના ત્રણેય આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. ત્રણ પૈકી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ TRP ગેમ ઝોનમાં પાર્ટનર છે.
દુર્ઘટનાના લઇને થયા ખુલાસા
આ ભયંકર દુર્ઘટનાને લઇને અનેક ખુલાસા સામે આવ્યાં છે. આ ગેઇમ ઝોનમાં જનારેને એક ફોર્મ ભરાવીને તેમાં સહી કરવામાં આવતી હતી. આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ ઢોળવામા આવી છે. TRP ગેમ ઝોનની શરત હતી કે, રમો કે મરો જવાબદારી તમારી ને માત્ર તમારી રહેશે. ગો કાર્ટ, પેઈન્ટબોલ રમતા મૃત્યુ થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની, આ પ્રકારની બાહેંધરી લેવાતી હતી.
રાજકોટમાં 48 કલાક બાદ પણ 28માંથી 13 મૃતદેહ ઓળખી શકાયા છે. 13 પૈકી 8 મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના સગા સબંધીઓને સોંપાયા છે. છેલ્લા 4 દિવસથી રંગીલું રાજકોટ શોકમગ્ન છે. શહેરમાં અનેક બજારો રહી બંધ રહી હતી. વકીલોએ પણ કામથી અળગા રહીને શોક વ્યક્ત કર્યો હતો.
ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામં આવ્યા છે.રાજકોટ મહાપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. ડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે. ત્રણેય IPS અધિકારીઓની પણ બદલીના આદેશ ટૂક સમયમાં મળશે.
હાઇકોર્ટો સ્થાનિક ઓથોરિટીના કાઢી ઝાટકણી
અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની કાઢી ઝાટકણી કાઢી છે. કહ્યું દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ, શું તમે આંધળા થઈ ગયા હતા, તમે શું ઉંઘતા હતા, કોર્ટ કહ્યું કે, દુર્ઘટના પાછળ રાજકોટ મનપા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી છે. જે સ્પષ્ટ છે.રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોને ઝાટકતા હાઈકોર્ટે કહ્યું કે, TRP ગેમિંગ ઝોને ફાયર NOC કે જરૂરી મંજૂરી મેળવી ન હતી તો વર્ષ 2021થી 2024 સુધી તમે કર્યું શું... તમારા અધિકારીઓએ કેમ ચેકિંગ કે તપાસ ન કરી... દુર્ઘટના સુધી કેમ ન હતી ફાયર NOC, સ્ટ્રકચર સ્ટેબિલીટી કે અન્ય કોઈ મંજૂરી?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)