શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડુંગળીની આવક ઘટતા ભાવ આસમાને, જાણો રાજકોટ રિટેલ માર્કેટમાં કિલોના કેટલા છે ભાવ?
રાજકોટ રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ડુંગળીનો ભાવ 40 થી 50 રૂપિયા થયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એક મણના 600 થી 750 રૂપિયા છે.
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધી આ વર્ષે મોટાભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે આ વર્ષે ડુંગળીની આવક ઘટી છે. ડુંગળીની આવક ઓછી અનને માંગ યથાવત રહેતા ડુંગળીના ભાવ ઉંચકાયા છે. છેલ્લા પંદર જ દિવસમાં ડુંગળીના ભાવ એક કિલોએ 15થી 20 રૂપિયા ઉંચકાયો છે.
રાજકોટ રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ડુંગળીનો ભાવ 40 થી 50 રૂપિયા થયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એક મણના 600 થી 750 રૂપિયા છે. સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છતાં ભાવ ઉંચકાયા છે. હાલ ખેડૂતો પાસે ખૂબ જ ઓછી ડુંગળી છે. વેપારીઓ પાસે પણ નબળી ક્વોલિટીની ડુંગળી છે છતાં ભાવ આસમાને પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion