(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Gujarat Visit: 20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે
LIVE
Background
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજકોટના જામકંડોરણામાં જંગી જનસભા સંબોધશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી જામકંડોરણામાં આવશે. જેથી પીએમ કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. 55 વીઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજીત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.
રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી લાખો લોકો સભામાં પહોંચશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની પાંચ બેઠકમાં ફાયદો થશે.
જામકંડોરણામાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલમાં 700 કરોડથી વધુની વિવિધ આરોગ્ય સુવિધાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન જશે. ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કૉરિડોરનું લોકાર્પણ કરશે. મહાકાલની પૂજા અર્ચના કરી સાંજે સાડા છ વાગ્યે શ્રી મહાકાલ મંદિર કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે. અંદાજે 600 કલાકાર અને સાધૂ સંતોના મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ થશે.
પહેલા શિક્ષણ માટે યુવાઓને બહાર જવું પડતું હતું
20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ. જૂની પેઠીના લોકોને આ તમામ વાતો યાદ હશે. પહેલા શિક્ષણ માટે યુવાઓને બહાર જવું પડતું હતું. આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ મૂકી સૌથી આગળ છે. હાઈટેક હોસ્પિટલોમાં ગુજરાતનું નામ સૌથી આગળ હોય છે.
20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિઃ નરેન્દ્ર મોદી
20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા શરૂ થઈઃ નરેન્દ્ર મોદી
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધા શરૂ થઈ. 3 વર્ષ પહેલા 1200 બેડની હોસ્પિટલ ખુલ્લી મુકવાનો મોકો મળ્યો હતો. પ્રાઇવેટ હોસ્પિટલમાં ન જઈ શકતા લોકો માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે.
ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ માટે એક મોટો દિવસ છેઃ નરેન્દ્ર મોદી
સિવિલ હોસ્પિટલ એક નાનું ગામ હોય એવું છે. ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ માટે એક મોટો દિવસ છે. આ મહત્વપૂર્ણ કામને આગળ વધારવા માટે ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમો ખૂબ ખૂબ આભાર.
મોદીએ દર્દીઓ સાથે કર્યો સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દર્દીઓ સાથે સંવાદ કરી રહ્યા છે.