PM Modi Gujarat Visit: PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ, થોડીવારમાં સભા સંબોધશે
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી રાજકોટ પહોંચ્યા છે. PM મોદી આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી રાજકોટ પહોંચ્યા છે. PM મોદી આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કરશે. સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ પણ કરશે. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.
#WATCH | PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat. pic.twitter.com/LGXO83KBjU
— ANI (@ANI) July 27, 2023
52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે. વિકાસકામના લોકાર્પણ બાદ PMની રાજકોટમાં જાહેરસભાને સંબોધશે. જાહેરસભામાં 1 લાખ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ આવવા રવાના થયા છે. રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે. રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે. રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદી કરશે. લોકાર્પણ સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરી અને સુએજ પ્લાન્ટને પણ પ્રધાનમંત્રી ખુલ્લો મુકશે.
આવતીકાલે પીએમ મોદી સેમિકૉન ઇન્ડિયા 2023નું કરશે ઉદઘાટન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, આજે રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે, અને આવતીકાલે ગાંધીનગરમાં સમય વિતાવશે. આ દરમિયાન આવતીકાલે પીએમ મોદી સેમિકૉન ઇન્ડિયા 2023નું પણ ઉદઘાટન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે, 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.
વડાપ્રધાનના ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને બીજા કેટલાય અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ હાજર રહેશે. ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે મહત્વની ઈવેન્ટ ગણવામાં આવી રહી છે.