શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટ ગેંગરેપઃ યુવતીની કઈ મજબૂરીનો લાભ ઉઠાવી 3 યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર?

પાડોશી યુવકોએ બાજુમાં રહેતી યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીને 400 રૂપિયાની જરૂર હોય, યુવકે રૂપિયા આપવાનું કહી રીક્ષામાં લઈ જઈને મિત્રો સાથે મળીને ગેંગરેપ ગુજાર્યો હતો.

રાજકોટઃ શહેરમાં ગેંગરેપની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અવધના ટેકરા પાસે ગેંગરેપની ઘટના બની છે. પાડોશી યુવકોએ બાજુમાં રહેતી યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીને 400 રૂપિયાની જરૂર હોય, યુવકે રૂપિયા આપવાનું કહી રીક્ષામાં લઈ જઈને મિત્રો સાથે મળીને ગેંગરેપ ગુજાર્યો હતો. રાજકોટના યુનિવર્સિટી પોલીસે પ્રેસ કોફરન્સ કરીને આ વિગતો આપી હતી. મળતી વિગતો પ્રમાણે રાજકોટના કાલાવાડ રોડ પરની આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા નૈમીષ પ્રવિણભાઈ સોલંકી નામના શખ્સે યુવતીને નાણા આપવાની લાલચે ઓટો રીક્ષામાં બેસાડી શહેર બહાર અવધના ઢોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, કૌટુંબીક સગા ભાઇ હિતેષ રાઠોડને પણ બોલાવી હિતેષે પણ પણ યુવતી સાથે બળજબરી કરી હતી. આ અંગે યુનિર્વિસટી પોલીસમથકે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રિપુટીને સકંજામાં લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 7 દિવસ પહેલા બની હતી. પોલીસે આપેલી વિગતો પ્રમાણે યુવતીને 400 રૂપિયાની જરૂર પડતા તેણે નૈમીષ પાસે રૂપીયા માંગ્યા હતા. નૈમીષે પાંચ દિવસ પહેલા એટલે કે ગત 22મી ઓગસ્ટે રાત્રે નવેક વાગ્યે ફોન કરી યુવતીને પોતાના ઘર પાસે બોલાવી હતી. યુવતી આવતા તેને રિક્ષામાં બેસવાનું કહી સાથે લઈ ગયો હતો. તેની સાથે અન્ય એક સગીર પણ હતો. નૈમીષ રીક્ષાને અવધના ઢોળા પાસે લઈ ગયો હતો. ત્યાં રીક્ષામાં જ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી હિતેષને બોલાવતા તેણે પર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ત્રણેય યુવકો જતા રહ્યા હતા. તેમજ આ ત્રણેયે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશેની ધમકી પણ આપી હતી. જોકે, આ અંગે તેણે પરિવારને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપJunagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકોSuspicious death of 3 Girls in Surat: ત્રણ બાળકીના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સુરત પ્રશાસનCM Bhupendra Pate: સરકારી કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Embed widget