શોધખોળ કરો
Advertisement
પોરબંદર ટ્રિપલ મર્ડરઃ હેતલે 15 ઓગસ્ટે હત્યાના થોડાક કલાક પહેલાં માતા જમનાબેનને ફોન કરીને શું કહેલું ?
જે દિવસે હત્યા થઈ એ દિવસે બપોરે 1.30 કલાકે હેતલે પોતાની માતા જમનાબેનને ફોન કર્યો હતો. હેતલે એ વખતે જમનાબેનને કહ્યું હતું કે, પોતાની ગોધાણા બીટમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવા પોતે જઈ રહી છે.
પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોની હત્યાના પ્રકરણમાં પોલીસે હેતલના સાથી વન કર્મચારી લખમણ ઓડેદરાની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે, લખમણ તથા હેતલ વચ્ચે અત્યંત ગાઢ પ્રેમ સંબધો હતા તથા આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી.
હેતલ સોલંકી અને તેના પતિ કીર્તિ સોલંકી બંનેનાં માતા-પિતાએ લખમણ અને હેતલ વચ્ચે પ્રેમ સંબંધો હોવાની વાતને નકારી કાઢી છે.
વશરામ રાઠોડ કચ્છ જિલ્લાના રાપરમાં રહે છે. વશરામ રાઠોડે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, જે દિવસે હત્યા થઈ એ દિવસે બપોરે 1.30 કલાકે હેતલે પોતાની માતા જમનાબેનને ફોન કર્યો હતો. હેતલે એ વખતે જમનાબેનને કહ્યું હતું કે, પોતાની ગોધાણા બીટમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવા પોતે જઈ રહી છે. લખમણ ઓડેદરાને આ ભઠ્ઠી અંગે બાતમી મળી હોવાથી તે પણ પોતાની સાથે હોવાનો તેણે દાવો કર્યો હતો એવું તેના પિતાએ ફરિયાદમાં કહ્યું છે.
રાઠોડે કહ્યું છે કે, પોતે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા તપાસની માગણી કરશે. કીર્તિ સોલંકીના પિતા ગોવિંદ સોલંકીએ પણ આ જ માગણી દોહરાવીને હેતલ-લખમણના પ્રેમ સંબંધોની વાતને ખોટી ગણાવી છે.
હેતલ સોલંકીના પિતા વશરામ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, હેતલ-લખમણ વચ્ચે પ્રેમ સંબંધોની વાત ખોટી છે. પોલીસ આ કેસમાં તપાસ ઝડપથી પૂરી કરવાની ઉતાવળમાં હોય એવું લાગે છે. એક જ માણસે ત્રણ લોકોની હત્યા કરી નાંખી એ વાત જ ગળે ઉતરે તેવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion