(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા સગર્ભા મહિલાનું મોત
રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર ચાલી રહેલ ઈન્ડસ્ટ્રીયલ બાંધકામમાં નીચે પટકાતા શ્રમિક મહિલાનું મોત નિપજ્યું છે. ખેડૂત સોલ્વન્ટમાં ચાલી રહેલ ગોડાઉનના પહેલા માળના બાંધકામમાં આકસ્મિક રીતે નીચે પટકાતા મોત નિપજ્યું.
રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર ચાલી રહેલ ઈન્ડસ્ટ્રીયલ બાંધકામમાં નીચે પટકાતા શ્રમિક મહિલાનું મોત નિપજ્યું છે. ખેડૂત સોલ્વન્ટમાં ચાલી રહેલ ગોડાઉનના પહેલા માળના બાંધકામમાં આકસ્મિક રીતે નીચે પટકાતા મોત નિપજ્યું. મૃતક મહિલાનું શારદાબેન ગોલુભાઈ ડામોર છે અને તેમની ઉંમર 20 વર્ષની હતી. પરપ્રાંતિય સગર્ભા મહિલાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે. ગોંડલ પોલીસે અકસ્માતની ઘટનામાં તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીને પકડવા બિહાર પહોંચી સુરત પોલીસ
સુરત પોલીસે ફરી એકવાર મોટો દાવ રમી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને તકનો લાભ લઈને ઘરમાં હાથફેરો કરીને ફરાર થઇ જતા દંપતીની સુરત પોલીસે બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી ધરપકડ કરી છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે,પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે ફેરીયાઓનો વેશ ધારણ કરીને બે દિવસ રેકી કરી હતી ત્યાર બાદ આરોપીની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ અન્ય બે ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા હતા.
બિહાર સુધી પહોંચી સુરત પોલીસ
તમને જણાવી દઈએ કે, સુરતના ખટોદરા વિસ્તારમાં ઘરમાં લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખટોદરા પોલીસની ટીમ કામે લાગી હતી.આ દરમ્યાન ખટોદરા પોલીસને માહિતી મળી હતી કે, ચોરીના આરોપી બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવમાં રહેવા પહોંચી ગયા છે. જે બાદ પુરતી બાતમીના આધારે ખટોદરા પોલીસ મથક પીઆઈ આર.કે ધુળિયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બિહાર જવા રવાના થઇ હતી. જે બાદ ઘરમાંથી ચોરી કરનાર આરોપી દંપતીને ઝડપી પાડ્યું હતું.
પોલીસે વેશપલટો કરી ત્રણ દિવસ રેકી કરી
જો કે, આરોપીઓને ઝડપવા પોલીસ માટે એટલા સહેલા નહોતા. બિહારના ભાગલપુર ખાતે પહોંચી તપાસ કરતા આરોપીઓ કહલગાવ શિવ કુમારી પહાડી ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.આ વિસ્તારની તપાસ કરતા પોલીસ ને જાણવા મળ્યું હતું કે આરોપીઓને પોલીસ વર્દીમાં અને પોલીસની ઓળખ સાથે પકડવા જવાથી તે તે પાછળથી પહાડી મારફતે જંગલમાં ભાગી જવાના શક્યતા રહેલી છે. જેથી આરોપીઓને પકડવા માટે પોલીસે ત્યાના સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કર્યો હતો. એટલું જ નહીં પોલીસે વેશપલટો કરી ત્રણ દિવસ રેકી કરી હતી. તે બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા.
ઘરમાં ઘુસી આરોપી દંપતીને પકડી પાડ્યા
સુરતની ખટોદરા પોલીસની ત્રણ કર્મચારી અ.હે.કો. જયરાજસિહ અંદુજી સિહ, અ.પો.કો. કવિતભાઈ મનુભાઈ તથા વું.અ.પો.કો. રિંકલબેન જયંતીભાઈભાઈની ટીમ બિહારનાં ભાગલપુર ખાતે પહોંચી વેશ પલટો કરી આરોપીને પકડવાની તપાસ કરતી હતી.પોલીસની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી આરોપીના વિસ્તારની રેકી કરી હતી. પોલીસ કર્મચારીઓ માથે ગામછો બાંધીને અને લૂંગી પહેરીને ફેરિયા તરીકે ત્રણ દિવસ આ વિસ્તારમાં ફર્યા હતા. આખરે આરોપીઓનું ઘરનું લોકેશન મળતા જ ફેરિયાઓના વેશમાં જ તેમના ઘરમાં ઘુસી આરોપી દંપતીને પકડી પાડ્યા હતા.
પોલીસે સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કર્યો
તો બીજી તરફ આ બનાવ અંગે એસીપી ઝેડ.આર દેસાઈએ જણાવ્યું હતું કે ખટોદરા વિસ્તારમાં ગત ફ્રેબુઆરી મહિનામાં નોકર ચોરીનો બનાવ સામે આવ્યો હતો અને આવી જ રીતે વેસુ પોલીસ મથકમાં જાન્યુઆરી મહિનામાં નોકર ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખટોદરા પોલીસની ટીમ મહેનત કરી રહી હતી. આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતે આવેલા શિવકુમારી પહાડી ખાતે રહેતા હોવાનું જાણવા મળતા જ ખટોદરા પોલીસની એક ટીમ ત્યાં ગયી હતી. અને ત્યાં સ્થાનિક ફેરિયાઓનો વેશ ધારણ કરીને ત્રણ દિવસ સુધી રેકી કરીને આરોપી દંપતીની ધરપકડ કરી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial