PM Modi Gujarat Visit: PM મોદી આ તારીખે ફરી આવશે ગુજરાત, રાજકોટમાં કરશે સભા
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી આજે તેમનો ગુજરાત પ્રવાસ પુરો કરી મધ્ય પ્રદેશ પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
![PM Modi Gujarat Visit: PM મોદી આ તારીખે ફરી આવશે ગુજરાત, રાજકોટમાં કરશે સભા Prime Minister Modi's meeting will be held in Rajkot on 19th october PM Modi Gujarat Visit: PM મોદી આ તારીખે ફરી આવશે ગુજરાત, રાજકોટમાં કરશે સભા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/aabdc2911f1ffc83c7bc081ee0f3b40b1665412305167315_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી આજે તેમનો ગુજરાત પ્રવાસ પુરો કરી મધ્ય પ્રદેશ પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું. સામે આવેલી વિગતો અનુસાર પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. 19 તારીખે પ્રધાનમંત્રી મોદીની રાજકોટમાં સભા યોજાશે. પ્રધાનમંત્રી આગમન પહેલાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે મંત્રી જીતુ વાઘાણીએ કલેકટર કચેરીએ બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ ને લઈને બેઠક યોજવામાં આવી હતી.
સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિઃ મોદી
20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ. જૂની પેઠીના લોકોને આ તમામ વાતો યાદ હશે. પહેલા શિક્ષણ માટે યુવાઓને બહાર જવું પડતું હતું. આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ મૂકી સૌથી આગળ છે. હાઈટેક હોસ્પિટલોમાં ગુજરાતનું નામ સૌથી આગળ હોય છે. 20થી 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓમાં બહુ બીમારી હતી, સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ. સિવિલ હોસ્પિટલ એક નાનું ગામ હોય એવું છે. ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ માટે એક મોટો દિવસ છે. આ મહત્વપૂર્ણ કામને આગળ વધારવા માટે ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે દર્દીઓ સાથે સંવાદ કરી રહ્યા છે.
આજે 1275 કરોડના કાર્યની ભેટ પીએમ આપવાના છે. લોકોની નાડ પારખીને ભેટ આપતા આવ્યા છે પીએમ. પહેલાના શાસકો આ હોસ્પિટલમાં મશીન મુક્યાં એટલે વાત પતી ગઈ એમ માનતા. પીએમ મોદીએ દર્દીઓનું જ નહીં તેમના સગાઓની પણ ચિંતા કરી. ડોકટર જ નહીં રેસિડેન્ટ તબીબોનો પણ વિચાર કર્યો. કિડની કેન્સર હૃદય ડેન્ટલ સ્પાઇન હોસ્પિટલ ઉપલબ્ધ છે. નવી લેબોરેટરી સહિતનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 1164 કરોડના અને અન્ય જિલ્લાઓમાં 134 કરોડના કાર્ય આજે પીએમના હસ્તે મળનાર છે. ગુજરાતના સીએમ બન્યા બાદ જ તેમણે માળખાને સુદ્રઢ બનાવવા પ્રયાસ ચાલુ કરી દીધા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)