પી.ટી.જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયા, સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત
પી.ટી.જાડેજા સામે કાર્યવાહીને લઇને સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પી.ટી.જાડેજા આંદોલન સમયે અગ્રેસર હતા

સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો હતો. પી.ટી.જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયા હતા. અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. મહાઆરતી ન કરવા ધમકી આપ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઇ હતી. પી.ટી.જાડેજા સામે કાર્યવાહીને લઇને સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પી.ટી.જાડેજા આંદોલન સમયે અગ્રેસર હતા. રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. નાના કેસમાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઈ છે. પી.ટી જાડેજા સામેની કાર્યવાહીને લઇને ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આજે બપોરે 12 વાગ્યે ક્ષત્રિય સમાજની બેઠક મળશે.
પી.ટી.જાડેજા સામેની કાર્યવાહીના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પી.ટી જાડેજા સામેની કાર્યવાહીને ક્ષત્રિય આગેવાનોએ વખોડી હતી. સૌરાષ્ટ્રના આગેવાનો બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા. ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કહ્યું હતુ કે પી.ટી.જાડેજા સામે ષડયંત્રથી કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર તાત્કાલિક અસરથી નિર્ણય બદલે તેવી માંગ કરાઇ છે. ક્ષત્રિય સમાજનું રાજ્ય સરકારને ફરી અલ્ટીમેટમ આપ્યું હતું. પી.ટી. જાડેજા સામેની કાર્યવાહી યોગ્ય નથી. બદલાની ભાવનાથી પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઇ છે. આ પ્રકારની કાર્યવાહી સહન થશે નહીં. સમાજના લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય બાબતમાં મોટી કલમનો ઉમેરો કરાયો છે. રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.
ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે સામાન્ય કેસમાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર ગુનો ન હોવા છતાં પી.ટી.જાડેજા સામે કાર્યવાહી કરાઇ છે. મહિલા આગેવાન પદ્મિનીબાના જયરાજસિંહ પર પ્રહાર કર્યા હતા. પદ્મિનીબાએ કહ્યું હતું કે ગોંડલમાં આટલી ગુંડાગર્દી સરકારને કેમ નથી દેખાતી. જયરાજસિંહથી સરકાર ડરે છે? તેવો તેમણે સવાલ કર્યો હતો. ગોંડલમાં જયરાજસિંહના ઈશારે પોલીસ નાચે છે.
રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી. ટી. જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટેની તજવીજ હાથ ધરી હતી. બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મીનભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.44)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી તરીકે સાંઇનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાનું નામ આપ્યું હતું. જસ્મીનભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે 25 વર્ષથી અમરનાથ માહદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે. આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે.પી.ટી.જાડેજા અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા. ગત તારીખ 21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું. જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી.





















