શોધખોળ કરો

Gujarat Assembly Elections: સૌરાષ્ટ્રના આ બે શહેરમાં રાહુલ ગાંધી સભા ગજવશે, રઘુ શર્માએ બીજેપીને લીધી આડેહાથ

Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણીને લઈને એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આવતીકાલે પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રમાં ચાર સભાને સંબોધન કરવાના છે.

Gujarat Assembly Elections: વિધાનસભાની ચૂંટણીને લઈને એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આવતીકાલે પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રમાં ચાર સભાને સંબોધન કરવાના છે. તો 21 તારીખે સોમવારે રાજકોટ અને મહુવામાં રાહુલ ગાંધી સભા કરશે. સભાને લઈને રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રભારી આજે રાજકોટ શાસ્ત્રી મેદાનમાં સભા સ્થળની મુલાકાત લીધી હતી. તેમને ભાજપ સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા. એક બાદ એક 22 પેપર લીક થયા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે.

ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી સહિત પૂરેપૂરી સરકાર બદલવી પડી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં 70 લોકો ઝેરી દારૂ પી ને મોતને ભેટ્યા. ગુજરાતમાં એક પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. મોરબીની ઘટનામાં 135 લોકોના મોત થયા, હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. સીટનું ગઠન કરીને મામલો રફે દફે કરી નાખવામાં આવ્યો છે. 

તો મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા તે મુદ્દે રઘુ શર્માનું નિવેદન આપ્યું હતું. ભારત જોડો યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે છે. તેમના પર કોઈ પ્રતિબંધ રાખી ના શકાય. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા મુદ્દાઓ લાવે છે. રાજ્યમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે. નોંધનીય છે કે, રાજકોટમાં સોમવારના રોજ રાહુલ ગાંધીની સભા યોજાશે.

સુરતમાં  AAPના કાર્યકર્તા આપ વિરુદ્દ કરશે પ્રચાર

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ 10 ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની 39 રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ 57 ઉમેદવારો બીએસપી દ્વારા અને 14 ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા 10 ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉભા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે 339 ઉમેદવારો છે.જેમાં 35 મહિલાઓ છે અને 304 પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના 89 ઉમેદવારોમાં 9 મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના 89 ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના 88 ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને 65 રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ 182 બેઠકો સામે જ્યાં 1828 ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં 89 બેઠકો સામે 788 ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
Embed widget