શોધખોળ કરો

Rain: ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ, અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, નદીઓ બે-કાંઠે.....

આજે રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે

Rain: ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. 

માહિતી પ્રમાણે, આજે રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદે તોફાની એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અનેક ગામોમાં રસ્તાંઓ ધોવાયા છે, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ ઉપરાંત વરસાદી પાણી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરધાર અને આટકોટ વચ્ચે આવેલી નદીઓ બે કાંઠે થઇ ગઇ છે. રાજસમઢીયાળા પાસે આવેલા ખારચિયાં ગામમાં પાણી ઘુસતા લોકો પહેલા માળે પહોંચ્યા હતા. રાજકોટ તથા જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદની ફરી એન્ટ્રી થઇ છે.

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હાલ બંગાળમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ આવતી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. તો એવા સાત જિલ્લા છે. જ્યાં અતિભારે વરસાદના અનુમાનને જોતા રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાન મુજબ રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં હાલ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અતિ ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપ્યું છે.   આજે કચ્છ,જૂનાગઢ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેંજ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર,સુરત,નવસારી,આણંદ,વડોદરામાં વરસાદની તીવ્રતાને લઇને યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

Rain: ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ, અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, નદીઓ બે-કાંઠે.....

  • રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ
  • નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ
  • નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ
  • જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ
  • ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ
  • નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ
  • જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ
  • દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ
  • ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ
  • નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ
  • જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ
  • ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ
  • બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ
  • અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ
  • જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ
  • ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  • વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ
  • વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ
  • અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ
  • પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ
  • વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ
  • જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ
  • વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ
  • મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget