શોધખોળ કરો

Rajkot: ગુજરાત એસટીમાંથી રાજસ્થાન પોલીસે 17 પેટી દારૂ પકડ્યો, રાજકોટનો કન્ડક્ટર STમાં મારતો હતો દારૂની ખેપ

રાજકોટ ST બસના કન્ડક્ટરને બસમાં દારૂની બૉટલો લઇને રાજસ્થાનથી ગુજરાત આવતા ઝડપી પાડવામાં આવ્યો છે, આ પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો

Rajkot: રાજકોટમાંથી ગુજરાત એસટીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, રાજકોટ એસટી બસના કન્ડક્ટરને દારૂની ખેપ મારવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રાજકોટ એસટી બસના કન્ડક્ટરને 17 પેટી સાથે ઝડપી પાડ્યો હતો, દારૂની આ હેરફેરી રાજસ્થાનમાથી ગુજરાતમાં દારૂ લાવવા માટે કરવામાં આવતી હતી. 

માહિતી પ્રમાણે, રાજકોટ ST બસના કન્ડક્ટરને બસમાં દારૂની બૉટલો લઇને રાજસ્થાનથી ગુજરાત આવતા ઝડપી પાડવામાં આવ્યો છે, આ પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ખરેખરમાં, રાજકોટના એસટી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર વિરુદ્ધ રાજસ્થાનના નાથદ્વારામાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયુ છે કે, રાજસ્થાનથી STનો કન્ડક્ટર બસમાં દારૂ ગુજરાત લાવતો હતો. જ્યારે ગુજરાત એસટીની એસટી બસ નંબર GJ 18 8772 ST દારૂનો જથ્થો ભરી રાજસ્થાની ગુજરાત લઇ જવાતો હતો, તે દરમિયાન નાથદ્વારા પોલીસે બાતમીના આધારે બસ તપાસ કરી અને બસમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો, આ સાથે જ નાથદ્વારા પોલીસે બસના ડ્રાઈવર હિરેન ગજેરા અને કન્ડક્ટર મનોજ તેરેયા વિરુદ્ધ નાથદ્વારા પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાની જાણ રાજકોટ ST નિયામકને થતાંની સાથે તાત્કાલિક ધોરણે પગલા લઇને આરોપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

અતિશય દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત, 21 કોકટેલની ચેલેન્જ હતી પણ આટલા પેગમાં જ થયું મોત!

દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે જે તમારા મનને હચમચાવી નાખશે. વાસ્તવમાં, જમૈકામાં દારૂ પીવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું, જે આ દિવસોમાં સમાચારોમાં છે. હકીકતમાં, આ વ્યક્તિએ 21 કોકટેલ પીવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વ્યક્તિનું નામ ટિમોથી સધર્ન હતું, જે મૂળ ઈંગ્લેન્ડનો હતો. તે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે જમૈકા આવ્યો હતો.

12 કોકટેલ પીધા પછી જ મૃત્યુ થયું

વિયોનના રિપોર્ટ અનુસાર, આ મૃતકે એક જ વારમાં 21 કોકટેલ પીવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેનું મોત થયું. ટીમોથી સધર્ન કિંગસ્ટન, ઈંગ્લેન્ડના 53 વર્ષના હતા અને સેન્ટ એન્સમાં રોયલ ડેકેમેરોન ક્લબ કેરેબિયનમાં રોકાયા હતા. ટિમોથી સધર્ન તેના હોટલના રૂમમાં પાછા ફરતા પહેલા 12 અલગ-અલગ કોકટેલ પીધા હતા. 21 કોકટેલ પીવાનો પ્રયાસ કરતા પહેલા ટીમોથી સવારથી બ્રાન્ડી અને બીયર પીતો હતો. પોતાનો જન્મદિવસ ઉજવી રહેલી બે કેનેડિયન મહિલાઓને મળ્યા બાદ આ વ્યક્તિએ પડકાર સ્વીકાર્યો.

યુકેમાં ભંડોળ પાછું એકત્ર કરવું પડ્યું

આ ઘટના અંગે એક સંબંધીએ જણાવ્યું કે તેને ગૂંગળામણ થઈ રહી હતી અને તે સ્વસ્થ હાલતમાં આવતાની સાથે જ તેને ઉલ્ટી થઈ હતી. તેણે કહ્યું કે તેણે ટીમોથીને સ્વસ્થ સ્થિતિમાં રાખ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. તેણે કહ્યું કે થોડીવાર પછી નર્સ ત્યાં આવી. જ્યારે નર્સને પૂછવામાં આવ્યું કે શું એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે, તો નર્સે ના જવાબ આપ્યો. સંબંધીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન, ટિમોથીના શરીરનું તાપમાન ઘટવા લાગ્યું, પલ્સ તપાસવા પર કંઈ મળ્યું નહીં. આ ઘટના બાદ, સધર્નના પરિવારે તેને કેટલાક ભંડોળ સાથે યુકે પરત લાવવા માટે એક પેજ બનાવ્યું, કારણ કે તેની પાસે વીમા કવચ નહોતું.

 

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget