Rajkot: બુટલેગરોને માહિતી આપતાં કોન્સ્ટેબલ સામે શું પગલાં ભરવામાં આવ્યા ? જાણો વિગત
Rajkot: કોલ ડીટેલના આધારે ભાંડો ફૂટતા જિલ્લા પોલીસવડાએ આકરું પગલું ભરતાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા ,જગદીશ મકવાણા અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ કોન્સ્ટેબલો બુટલેગરોને રેડની માહિતી આપતા હતા.
Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિના પૂર્વે જેતપુરના નવાગઢ વિસ્તારોના પાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી હતી. જેની કોલ ડીટેલના આધારે ભાંડો ફૂટતા જિલ્લા પોલીસવડાએ આકરું પગલું ભરતાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા ,જગદીશ મકવાણા અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ કોન્સ્ટેબલો બુટલેગરોને રેડની માહિતી આપતા હતા.
અમદાવાદમાં થોડા દિવસ પહેલા પોલીસ કમિશ્નર ઓફિસ પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો
અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે એસએસસી ત્રાટકી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ગીર ગઢડામાં દારૂ સંતાડવા બુટલેગરોએ જમીનમાં બનાવી હતી ઓરડી
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. પાર્ટી દ્વારા 88 વિધાનસભા પ્રેસિડેંટની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં અમરેલીમાં રવિ ધાનાણી, ડેડિયાપાડામાં ચૈતર વસાવા, જૂનાગઢમાં ચેતન ગજેરા, રાજકોટ રૂરલમાં વશરામ સાગઠીયાના નિમણૂક કરવામાં આવી છે, ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપ રાજકીય પક્ષને આટલી સીટ મળી નથી. કોંગ્રેસને 17 બેઠક મળી હતી. જ્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી, અપક્ષને 3 અને સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી હતી.