Rajkot: કેન્દ્રની આ સંસ્થાના 5 અધિકારી અને 18 પરિવરજનોને કોરોના થતાં ખળભળાટ, જાણો વિગત
કુલ 18 કેસ સામે આવતા પ્રશાસન પણ દોડતું થયું છે અને તમામ લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનકમાં વધારો થઈ રહ્યો છે. રેસકોર્ષ પાર્કમાં આવેલા શ્રૌફ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. સુપ્રિટેન્ડેટ એન્જિનીયર સહિત કુલ 5 અધિકારીઓ અને તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોનો કોરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 18 કેસ સામે આવતા પ્રશાસન પણ દોડતું થયું છે અને તમામ લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. ગઈકાલે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી છે. આ સ્થિતિએ હાલ રાજ્યમાં પ્રતિ કલાકે ૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. ૭ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૮ હજારને પાર થયો છે.
ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142, રાજકોટ કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18, ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84, સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.