Rajkot : બામણબોરમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, હત્યારો થયો જેલભેગો
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના બામણબોરમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટઃ રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના બામણબોરમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. શોભા નામની મહિલાની તેના જ પતિ દેવું જખાણીયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, પતિએ પત્નીને હત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી સત્ય સામે આવશે.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. આરોપીને એરપોર્ટ પોલીસે ગણતરીની કલાકો માં ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
રાજકોટઃ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુ માફિયાના ત્રાસનો મામલો હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મૃતકના પરિવારજનોને મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા , સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લીધી હતી. રાજકોટની રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંકનો મામલે સોસાયટી ખાલી કરાવવાના આરોપની ફરિયાદમાં વધુ 3 નામ ઉમેરાતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ વ્યથિત થયા હતા.
રાજકોટમાં જમીન પડાવા મુદ્દે ગેંગ કાર્યરત હોય તેમ ધાક-ધમકી અને બળજબરીથી કરોડોની કિમતની મોકાની જમીન પડાવતા હોવાની વાત સામે આવતા કેટલાય સવાલો ઉઠ્યા છે. આ કેસમાં જે ત્રણ નામ સામે આવ્યા છે તેમાં ભરત સોશા ઉર્ફે ભૂરો, મયૂરસિંહ જાડેજા, અમિત ભાણવડીયાનું નામ ઉમેરાયું છે. આરોપી અમિત ભાણવડીયા, કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુએ યોજેલા લોક દરબારમાં પણ બેઠો હોવાની ચર્ચાએ છે. અમિત ભાણવડિયાના પણ હાર્દિક સાથેના ફોટા વાયરલ થયા છે.
રાજકોટ-રાધે ક્રિષ્ના સોસાયટીમાં ભુ માફિયાઓનો આતંક મામલે આજે કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડા મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. સોસાયટીના રહીશો ન્યાયની માંગ સાથે ધરણાં પર બેઠા છે અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમણે પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બંગડીઓના ધા કર્યા. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. એક મહિલાની તબિયત લથળતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.