Rajkot Accident: ગોંડલ હાઇવે પર ભયંકર અકસ્માત, સ્વિફ્ટ અને બૉલેરો આમને-સામને ધડાકાભેર અથડાઇ, ચારના મોત
Rajkot Accident News: રાજકોટમાં ફરી એકવાર મોટા અકસ્માતથી ગોંડલ હાઇવે રક્તરંજિત થયો છે. રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે
Rajkot Accident News: રાજકોટમાં ફરી એકવાર મોટા અકસ્માતથી ગોંડલ હાઇવે રક્તરંજિત થયો છે. રાજકોટ નજીક ગોંડલ હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, કાબુ ગુમાવ્યા બાદ એક કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાઇ જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આજે વહેલી સવારે રાજકોટના ગોંડલ પાસે અકસ્માતમાં ચારના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર નજીક આવેલા નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, હાઇવે પર આવેલી દેવ સ્ટીલ પાસે એક બૉલેરો કાર અને સ્વિફ્ટ કાર ધડાકાભેર આમને સામને અથડાઇ હતી. આ ભયંકર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે એક યુવાન સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.
ઘટનામાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યુ હતુ, જે પછી તેને કાર ડિવાઈડર પર ઠોકી હતી અને બાદમાં સામેની બાજુએથી આવતી બૉલેરો કારને અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના બે યુવાનો સહિત કુલ 4 ના મોત નીપજ્યા હતા. હાલમાં મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં ખેસડાયા છે. બનાવની જાણ થતાં ચાર એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ LCB પોલીસ અને ગોંડલ સીટી પોલીસ કરી રહી છે.
હ્રદય રોગનો હુમલો આવતા 23 વર્ષીય યુવાનનું મોત
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 23 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો, અને સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લા અને શહેરમાં હાર્ટ એટેકથી મોતથી વધુ મોત થઇ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. શહેરના રેલનગરમાં રહેતા રોહિત ત્રિવેદી નામના યુવાનને અચાનક હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો હતો, બાદમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેકથી મોત થયા બાદ યુવાનના પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આ પણ વાંચો
Heart Attack: રાજકોટમાં ધો.4માં ભણતો વિદ્યાર્થી ઉલટી બાદ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતનું અનુમાન
Heart Attack: રાજકોટમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત, હ્રદય રોગનો હુમલો આવતા 23 વર્ષીય યુવાનનું મોત